અમદાવાદ: મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

અમદાવાદ: રાજ્યમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા સરકાર અનેક પગલાં લઇ રહી છે ત્યારે અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PSI શ્વેતા જાડેજા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે.PSI સામે ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ PSIએ બળાત્કાર કેસના આરોપી પાસે 35 લાખ રૂપિયા માંગ્યા હતા.

PSI એ ટુકડે ટુકડે 20 લાખ રૂપિયા પડાવી પણ લીધા હતા. જો કે લાંચ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી થઈ હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. સમગ્ર ગુનાની તપાસ અમદાવાદ SOGને સોંપતા મહિલા પીએસઆઇ ની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે.
પત્રકાર ઈરફાન શેખ પંચમહાલ

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )