દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

કોરોના વાયરસ ને લઈ ગેસ સિલિન્ડર ડિલિવરી મેન માટે ખાસ વીમો કોરોના વાયરસ થી જો ડિલિવરી મેન નું અવસાન થશે તો મળશે પાંચ લાખ નો વીમો

આજે સમગ્ર ભારત ભર મા કોરોના નો હાહાકાર મચાવ્યો છે કોરોના કેશો માં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેને માત આપવા ભારત સરકાર કટિબદ્ધ છે આ કપરા સમય માં મધ્યમ વર્ગના અને ગરીબ લોકો માટે અનેક યોજનાઓ અમલ માં લાવવામાં આવી છે ત્યારે ડી.એન.ઓ. (DNO-DIU) શ્રી મનદિપ કુમાર (એચ.પી.સી.એલ) ના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસ ને લઈ ને જો કોઈ પણ ડિલિવરી મેન નું અવસાન થાય તો ડિલિવરી મેન ના પરીવાર ને પાંચ લાખ રૂપિયા નું વીમા કવચ ઓઈલ કંપની તરફથી આપવામાં આવશે તેવુ જાણવા મળ્યું છે જો કે વધુ માં સોમનાથ ગેસ સર્વિસ ના મેનેજર ચેતન સોલંકી એ જણાવ્યું હતું કે ઓઈલ કંપનીઓ પાસે પર્યાપ્ત માત્રામાં એલ.પી.જી સિલિન્ડર ઉપલબ્ધ છે જેથી કોઈ પણ ગ્રાહકો એ ગભરાવવાની જરૂર નથી દરેક ગ્રાહકો ને ગભરાવવા ની જરૂર નથી જોકે સમયસર સિલિન્ડર ઘરે મળી રહેશે તેવું જણાવ્યું હતું ટુંક સમયમાં ઉજ્જવલા યોજના ના ગ્રાહકો ને ત્રણ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે તેવું પણ સોમનાથ ગેસ એજન્સી દીવ ના મેનેજર એ જણાવ્યું હતું દીવ મા ઉજ્જવલા યોજના હેઠળ ૧૩૬ લાભાર્થીઓ છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTદીવનાં એક શિક્ષકે તેમનાં જન્મદિવસને યાદગાર અને માનવતા બતાવતા તેમણે દીવ કલેક્ટરને રુ.૪૦૦૦/- ની રાશિ આપી
OLDER POSTનર્મદા પોલીસ દ્વારા તમામ પોલીસ લાઇન અને તમામ પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ કરવામાં આવ્યા

COMMENTS

Wordpress (1)
  • comment-avatar
    Kundan 6 months

    After booking a cylinder gas, why do you want to delay? Please do it at delivery time.

Disqus (0 )