સંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

સંતરામપુર ઇન્દ્રવદન પરીખ

સંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર અને નગરપાલિકા હડકંપ મચી જવા પામેલ છે.
આ શાકભાજી વાળા નો સેમ્પલ તારીખ:-૦૨/૦૫/૨૦૨૦ ના રોજ લીધેલ અને તેનો રિપોર્ટ તારીખ:-૦૫/૦૫/૨૦૨૦ ના રોજ આવતા આ કોરોના પીડીત પ્રકાશ માળી ને સારવાર અર્થે બાલાસિનોર લઈ જવાયેલ છે.
સંતરામપુર તાલુકામાં ને નગરનાં થઈ કુલ ૯૧ જેટલા સેમ્પલ કોરોના ના લેવાયેલ જે પૈકી ૩૫ સેમ્પલ નેગેટિવ આવેલ છે અને બાકીના સેમ્પલના પરીક્ષણ રિપોર્ટ આવવાના હજુ બાકી છે.
સંતરામપુરમાં શાકભાજીને ફૂલ વેચવાનો ધંધો કરનારા આ પ્રકાશ માળી નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પ્રતાપપૂરા અને બસ સ્ટેન્ડ અંદર ભરાતું શાકમાર્કેટ ને ફ્રુટમાર્કેટ આજથી તંત્ર દ્વારા બંધ કરાયેલ છે અને પોલીસ દ્વારા શાકભાજીને ફ્રુટવાળાને ધંધો બંધ કરાવતા આજે જોવા મળતા હતા.
ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા સંતરામપુર દ્વારા બેંકો-સસ્તા અનાજની દુકાનો, શાકભાજી, ફળ ફળાદી માર્કેટવિસ્તાર, જાહેર સ્થળો ઉપર સેનેટાઈઝેશનની કામગીરી નિયમિત પણે કરવામાં ભારે ઉદાસીન જોવા મળીતી હતી. તેમજ રાજ્યમાં અન્ય વિસ્તારોમાં શાકભાજીવાળા ઓમાં કોરોના પોઝિટિવ આવ્યા ના સમાચાર આવતા હોવા છતાં સંતરામપુરનું

આરોગ્ય વિભાગને નગરપાલિકા નું તંત્ર નગરમાં શાકભાજી અને ફળ ફ્રુટ-ફૂલોનું વેચાણ કરનારા ઓના સેમ્પલ લેવામાં ઉણું ઉતરેલું હતું અને શાકભાજી ફ્રુટનું વેચાણ કરનારા ઓ વચ્ચે પણ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરતું ન હતું અને નગરમાં શાકભાજીવાળા ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ઊંઘમાંથી જાગેલ જોવા મળે છે અને શાકભાજી અને ફળફળાદી નો ધંધો બંધ આજે સવારથી કરાવેલ જોવા મળતા હતા.
આમ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવો જેવી પરિસ્થિતિ સંતરામપુર નગરમાં જોવા મળેલ છે શાકભાજી વાળાને કોરોના નો રિપોર્ટ આવતા નગર કોરોના સંક્રમણનો ભય જોવા મળેલ છે અને આ કોરોનાવાળા શાકભાજીવાળા પાસેથી કેટલાયે શાકભાજી લીધેલ તેની તપાસણી કરાઇ અને કોરોનાનાં સંક્રમણનો વ્યાપ વધે નહીં તે માટે જરૂરી પગલા ત્વરિત ભરાય તે જરૂરી છે.
સંતરામપુર નગર ને તાલુકામાંથી કોરોનાનાં જે સેમ્પલો લેવાયેલ ને પરીક્ષણ માટે મોકલાયે છે. તે સેમ્પલોના પરીક્ષણ રિપોર્ટ આવવામાં વિલંબ થતો હોઈ. વહેલી તકે પરીક્ષણ રિપોર્ટ કરાય તે હિતાવહ હોઈ સરકારને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તે જરૂરી છે.
નગરમાં જરૂરી દવાનો છંટકાવ તમામ વિસ્તારમાં કરાય અને સમાયંતરે સેનેટાઈઝેશન પણ કરાય તે જરૂરી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )