મહિસાગર જિલ્લાના કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ધંધા-રોજગાર બંધ રાખવા જણાવેલ હોવા છતાં પણ બે હાર્ડવેરના વેપારી ઓ જાહેરનામાનો ભંગ કરીને કરતા વેપાર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

સંતરામપુર નગરપાલિકા ના વોર્ડ નંબર ત્રણ માં કોરોના ના બે પોઝિટિવ કેસ હોય સંતરામપુર નગરને બફર ઝોન જાહેર કરી મહિસાગર જિલ્લાના કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ધંધા-રોજગાર બંધ રાખવા જણાવેલ હોવા છતાં પણ બે હાર્ડવેરના વેપારી ઓ જાહેરનામાનો ભંગ કરીને વેપાર કરતા હોય તેવો સામે નગર પાલિકાના સી.ઓ.એ.દુકાનો શીલ ની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસે બે હાર્ડવેરના વેપારીઓ સામે 188 મુજબની કાર્યવાહી કરી તેઓ પાસેથી દંડ વસૂલયો હતો. નગરમાં આજે સોશિયલ ડીસ્ટન્સ નો અભાવ જોવા મળતો હતો. ગોધરા ભાગોળ વિસ્તારમાં કરિયાણા મશીનરીની દુકાનોએ સોશિયલ ડિસ્ટન્સ સદંતર અભાવ જોવા મળતો હતો લોકો ટોળે ટોળા વળીને ખરીદી કરી રહ્યા હતા નગરપાલિકા તંત્રની બેવડી નિતી સામે વેપારીઓમાં રોષ જોવા મળતો હતો. સંતરામપુર નગરમાં લોકડાઉન ના કારણે છેલ્લા બે માસથી વેપારીઓ ના ધંધા રોજગાર બંધ હોય વેપારીઓએ મામલતદાર સંતરામપુર ને આવેદનપત્ર આપી ધંધા રોજગાર માટે છૂટ આપવા માટે માંગ કરી હતી વેપારીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમો નગરપાલિકાનું સી ફોર્મ. લાયસન્સ ધરાવીએ છીએ ધંધા ઉપર નિર્ભર છીએ અન્ય કમાવા ના કોઈ સ્ત્રોત ન હોય તેમજ અમારા સંતરામપુર તાલુકો પછાત તાલુકો હોય ગરીબ મજૂરો નાના-મોટા ધંધાદારીઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે નાના-મોટા ધંધા-રોજગાર સરકાર ની ગાઈડલાઈન મુજબ સોશિયલ નું પાલન કરીને તેમજ નિયમોનુસાર દુકાનો ધંધા-રોજગાર શરૂ કરવા માટે ચોક્કસ સમય નક્કી કરી મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી હતી સંતરામપુર પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા આદિવાસી ગરીબ લોકોને રોકીને બિનજરૂરી દંડ ન વસુલે તેમજ વેપારીઓ બેંકના કામે જતા આવતા રોકટોક ન કરે સુચના સંતરામપુર પોલીસને આપવામાં આવે તેવી આવેદનપત્ર આપીને વેપારીઓની માંગ કરી હતી.

** સંતરામપુર નગર ને બફર ઝોન જાહેર કરેલ હોય સંતરામપુર નગરમાં આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-રોજગાર ઉપર પ્રતિબંધ હોવા બાબતે વેપારીઓ માં ગેરસમજ જોવા મળે છે સ્થાનિક વહીવટીતંત્રએ સ્પષ્ટ કયા ધંધા ચાલુ અને કયા ધંધા બંધ રહેશે તેની જાહેરાત લોકો સમજી શકે તે રીતે કરવી જોઈએ જેથી લોકો માં અને વેપારીઓમાં ધંધા-રોજગાર બાબતે ગેરસમજ ઊભી ન થાય.

ફોટો લાઈન…1.. સંતરામપુર નગર ને બફર ઝોન જાહેર કરેલ હોય સંતરામપુર નગરમાં આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-રોજગાર બંધ રાખવા માં આવેલ હોવા છતાં પણ જાહેરનામાનો ભંગ કરતાં આજે હાર્ડવેરની દુકાનોને સીલ મારવામાં આવેલ હતું.2.. સંતરામપુર નગરપાલિકાના તંત્ર દ્વારા હાર્ડવેરની બે દુકાનોને સીલ મારવામાં આવેલ હતું પરંતુ ગોધરા ભાગોળ વિસ્તારમાં કરિયાણા અને મશીનરીની દુકાનોએ સોશિયલ ડિસ્ટન્સ નો સદંતર અભાવ જોવા મળતો હતો લોકો ટોળે ટોળા વળીને ખરીદી કરતા જોવા મળ્યા હતા. ..

ઇન્દ્રવદન પરીખ. સંતરામપુર

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )