ચાલુ ચોમાસામાંની ઋતુ દરમિયાન નર્મદા ડેમે સૌ પ્રથમ ક્રેસ્ટ લેવલ પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

આજે સવારે ૮-૦૦ કલાકે ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર નોંધાઇ

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળરાશિમાં ૧૫૩૬૨ કયુસેક પાણીનો વધારોઃ૧૩૬૯૦ કયુસેક પાણીની જાવક

કેનાલ હેડ પાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતાવાળા ૩ યુનિટ કાર્યરતઃ ૨૩૬૭ મેગાવોટનું વિજ ઉત્પાદન

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આજે તા. ૨૫ મી જુલાઇ,૨૦૧૯ ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી દીધી છે અને આજે સવારના ૮-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર રહેવા પામી હોવાના અહેવાલ નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.યુ.દલવાણી તરફથી પ્રાપ્ત થયા છે.
નર્મદા ડેમ સાઇટ ખાતે કેનાલ હેડપાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટ પૈકી આજે ત્રણ જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત હતાં અને ગત તા. ૨૪ મી જુલાઇ,૨૦૧૯ ના ૦૦-૦૦ થી ૨૪-૦૦ કલાક દરમિયાન ૨૩૬૭ મેગાવોટ જેટલું વિજ ઉત્પાદન કરાયું હતું.
કેવડીયા કોલોની ખાતેના નર્મદા ડેમ ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ગઇકાલ તા.૨૪ મી જુલાઇના સવારના ૮-૦૦ કલાકથી આજે તા.૨૫ મી જુલાઇના સવારના ૮-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર- ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળરાશિમાં ૧૫૩૬૨ કયુસેક પાણીનો વધારો નોંધાયો છે, જયારે મુખ્ય કેનાલમાંથી ૧૩૬૯૦ કયુસેક પાણીની જાવક નોંધાવા પામી હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )