૧૫મી ઓગષ્ટ રાજયકક્ષાની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઇ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા કલેકટરશ્રી સુજલ મયાત્રાનો અનુરોધ

(રાજયકક્ષાની ૧૫મી ઓગષ્ટની ઉજવણી છોટાઉદેપુર ખાતે કરવામાં આવનાર છે, આ ઉજવણી દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તક થનાર વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત માટેના કામોની યાદી તૈયાર કરવા જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકની તસવીર.)

૧૫મી ઓગષ્ટની રાજયકક્ષાની ઉજવણી છોટાઉદેપુર ખાતે થનાર છે. આ ઉજવણીને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લા કક્ષાએ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ દ્વારા તેમને સોંપવામાં આવેલ કામગીરી કરવા માટે કોઇ મુશ્કેલી હોય, તેમના દ્વારા કરવામાં આવેલ કામગીરી વગેરે બાબતોની સમીક્ષા અર્થે જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં ઉપસ્થિત વિવિધ સમિતિઓનાં વડાઓને કલેકટરશ્રી સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, ૧૫મી ઓગષ્ટની ઉજવણીની કામગીરી અંગે કોઇ મુશ્કેલી હોય તો તેઓને દરખાસ્ત કરી મંજૂરી મેળવી લઇ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. બેઠકમાં રસ્તા, સુશોભન, એટહોમના કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો/મહાનુભાવોનાં રહેઠાણ, પીવાના પાણી વગેરે બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટરશ્રી કે.એસ.વસાવાએ કર્યું હતું.બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી રચિત રાજ, પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભાભોર, નાયબ કલેકટરશ્રી આઇ.એચ.પંચાલ, અંકિતા પરમાર, છોટાઉદેપુર પ્રાંત ડો.એમ.એમ.પટેલ, નગરપાલિકાનાં સી.ઓ. કુલસીંગભાઇ રાઠવા, સ્ટેટ-પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રીઓ વગેરેએ ઉપસ્થિત રહી તેમને સોંપાયેલ કામગીરીમાંથી કરવામાં આવેલ કામગીરીથી કલેકટરશ્રી સુજલ મયાત્રાને માહિતગાર કર્યા હતા.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTબેંકોએ માંડવાળ કર્યા રૂ. ૬,ર૪,૭૭૯ કરોડ : રોજના ૧૭૧ કરોડ રૂપિયા……..

COMMENTS

Wordpress (0)
Disqus (0 )