બોડેલી પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂ પકડવા સતત ત્રીજી સફળતા મળી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બોડેલી પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂ પકડવા સતત ત્રીજી સફળતા મળી પોલીસે બાતમીના આધારે ચલામલી ના ખેરકુવા ગામના ત્રણ રસ્તા પાસે થી રૂ. 90,720/- કિંમતના ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક સુમો ગાડી મળી કુલ રૂ. 5,93,720/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.               છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશની સરહદ ને અડીને આવેલ છે અને હાલમાં સરહદ પણ ખુલ્લી થઇ જતા  સરહદ પર થતા ચેકિંગના અભાવને લઇને ભારતીય બનાવટના વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો ને  ગુજરાતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ને  ગુજરાતમાં ઘૂસાડવા નું જાણે  મોકળું મેદાન મળી ગયું છે અને આવો ભારતીય બનાવટ ના વિદેશી દારૂ નો ધંધો કરતા બુટલેગરો મધ્યપ્રદેશમાંથી દારૂ ના જથ્થાને અવનવી રીતો અપનાવી જુદી જુદી ગાડીઓમાં ભરી લાવી છોટાઉદેપુર જીલ્લા માં તેમજ જિલ્લા બહાર દારૂની હેરાફેરી સરળતાપૂર્વક કરે છે પરંતુ થોડા જિલ્લા પોલીસ વડા એમ. એસ. ભાભોર તેમજ નાયબ જિલ્લા પોલીસ વડા એ.વી.કાટકડ ના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમો પર વોચ ગોઠવી રાત-દિવસ એક કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ પણ આવા બુટલેગરોને પકડી પાડી દારૂની બદીને નેસ્તનાબુદ કરવા સતત પેટ્રોલિંગ કરી રહી છે.         બોડેલી પોલીસ ને ગઈકાલે એક એક સફેદ કલર ની સુમો ગાડી મધ્ય પ્રદેશ થી દારૂ ભરી બોડેલી ના ચલામલી  વિસ્તારમાં થઇ છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થનાર હોવાની બાતમી મળતા બોડેલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ  ચલામલી આઉટ પોસ્ટ પોલીસ મથકના જમાદાર ભરતભાઇ કાંતિભાઇ તેમજ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ કનુભાઈ ને સાથે રાખી ચલાલી વિસ્તારના  ખેરકુવા ગામના ત્રણ રસ્તા પર વોચ ગોઠવીને બેઠા હતા તે દરમિયાન કવાંટ રોડ તરફથી મળેલ બાતમી મુજબની સફેદ કલરની સુમો ગાડી નંબર GJ-07/AR-6019 આવતી જોતા તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો જેથી ગાડીના ચાલકે ગાડી ઉભી રાખતા પોલીસે તેની અંદર ઝીણવટ ભરી તપાસ કરતા ગાડીના દરવાજા ની અંદર તેમજ ગાડીના ફ્લોર માં ખાના બનાવી તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો હકડેઠઠ ભરેલી મળી આવી હતી. જેથી પોલીસે ગાડીના ચાલક રવિનભાઈ   –     દાદલીયાભાઇ રાઠવા રહે. પટેલ ફળિયા,  મું. કુંનવાડ, તા. સોંઢવા, જી. અલીરાજપુર તેમજ પાલક ની બાજુની સીટ પર બેઠેલા ઇન્દ્રસિંગભાઇ જબરીયાભાઇ રાઠવા, રહે. પટેલ ફળિયા, મું. કુંનવાડ, તા. સોંઢવા, જી. અલીરાજપુર મધ્યપ્રદેશ નાઓને પકડી બંનેને ગાડી સાથે બોડેલી પોલીસ સ્ટેશન લઇ આવ્યા ગાડીમાં ભરેલ રૂ . 90,720/- ની કિંમત નો  ભારતીય બનાવટના  વિદેશી દારૂની બોમ્બે સ્પેશિયલ વિસ્કી મારા વાળી 750 મી.લી. ની કુલ 216 નંગ પ્લાસ્ટિકની બોટલો જુદીજુદી જગ્યાએ સંતાડેલી મળી આવી હતી.  જેથી બોડેલી પોલીસ ને પકડાયેલા બંને ઈસમો વિરુદ્ધ કોઈપણ એક મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ઈસમો સદર ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને આ જથ્થો છોટાઉદેપુર જિલ્લામાં kકે અન્ય જિલ્લામાં ક્યાં ખાલી કરવાનો હતો તે દિશામાં તપાસનો દોર આરંભ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવામાં આ ત્રીજી સફળતા મળી હોય હવે આ ત્રણેય બનાવમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ક્યાંથી આવ્યો અને તે જથ્થો છોટાઉદેપુર જિલ્લામાં કે જિલ્લા બહાર ક્યાં ઠાલવવાનો હતો ? તેની પર લોકોની મીટ મંડાયેલી જોવા મળે છે ! સાથે સાથે  આવા ભારતીય બનાવટની વિદેશી દારૂના ઝડપવામાં સતત  સતર્ક રહેતી બોડેલી પોલીસ ની સરાહનીય કામગીરીને લોકો આવકારી રહ્યા છે ત્યારે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તાર ના ગામોમાં વકરી રહેલી દેશી દારૂની બદીને પણ બોડેલી પોલીસ દ્વારા આવી જ રીતે નાખવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે !
પરેશ ભાવસાર       બોડેલી

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTવડોદરા સમસ્ત પાંચગામ શ્રીમાળી સોની સમાજ દ્વારા સોની પ્રીમિયર લીગ-4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંખેડાનો 4 રને પરાજય
OLDER POSTમહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યમાં સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં બે દિવસ રજા આપવામાં આવશે

COMMENTS

Wordpress (0)
Disqus (0 )