વાલોડમાં ભરચક વિસ્તાર માંથી દીપડાએ પાડીયા નો શિકાર કર્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


વાલોડ માં ફરી એકવાર દીપડાએ માનવ વસ્તીમાં આવી એક પાડીયાને ફાડી ખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે જયારે વનવિભાગ ફરી પાંગળુ પુરવાર થયું હોવાના ચોંકાવનારા અહેવાલ પ્રાપ્ત થયા છે.

દીપડાઓના સ્વર્ગ ગણાતા વાલોડ તાલુકા ખાતે ફરી એકવાર દીપડાએ ખોરાકની શોધમાં પશુપાલક યુસુફ અહમદ અમલીવાળા ના
એક દુધાળા ઢોર ઉપર હુમલો કરી ફાડી ખાતા અરેરાટી ફેલાઈ હતી. વાલોડ લિજ્જત પાપડ કેન્દ્ર પાસે આવેલા ઘાંચીફળિયા માં ગત રાત્રે દીપડા એ એક ભેંસના પાડીયાનો શિકાર કર્યો હતો. જેમાં વનવિભાગ વામણું પુરવાર થયુ હતું. પ્રાપ્ત માહિતી બદલ વાલોડ વનવિભાગ પાસે કોઈ આધુનિક સાધનસામગ્રી નથી કે જંગલી પ્રાણીઓ પર નજર રાખી શકે ખાલી ફૂટમાર્ક પર આધાર રાખે છે અને દિપડાઓની શોધખોળ કરે છે જે ખુબજ પ્રાચીન પદ્ધતિ છે. આ સિવાય અત્યાર સુધી જે પણ દીપડા-દીપડી પકડાયા તેને ચિપ લગાવવા બાબતે ની વાતો પણ મોટી ગુલબાંગો સાબિત થઈ છે. હાલ વનવિભાગ અગાઉ જણાવ્યા પ્રમાણે કોઈપણ ચિપ લગાવતા નથી અને દીપડાઓ આમજ છોડી દેવામાં આવેછે. જે માનવભક્ષી દીપડાઓને નાથવામાં વનવિભાગ નિષ્ફળ પુરવાર થયું છે. છતાં જોવું રહ્યુ કે પશુ પાલક ને તેના દીપડાએ મિજબાની કરેલ પશુ બાબતે વનવિભાગ કે સરકાર દ્વારા કેટલી અને કેટલા દિવસ માં સહાય મળે છે તે આગામી સમય બતાવશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )