શ્રી શાસ્ત્રી વિધ્યાલય, શિથોલ ખાતે પ્રજા સત્તાક પર્વ ની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામા આવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


પ્રાપ્ત અહેવાલ અનુસાર પ્રકૃતિની ગોદમા આવેલ શ્રી શાસ્ત્રી વિધ્યાલય, શિથોલ ખાતે ૨૬ મી જાન્યુઆરીના રોજ પ્રજા સત્તાક પર્વ ની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવાના ભાગ રૂપે શાળામા વનવાસી સેવા સમાજ ના ઉપપ્રમુખ અને તુલસી સેવા સમાજ ના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા ના શુભ હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ જેમા શાળાના ધો.૯ ના વિધ્યાર્થીઓ દ્વારા પરેડ સાથે સલામી આપવામા આવી હતી જેને નિહાળી ને ઉપસ્થિત તમામ લોકો મંત્રમુગ્ધ બની જવા પામેલ અને દેશ ભક્તિના અનેરો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શાળાના વિધ્યાર્થીઓ દ્વારા દેશ ભકતિ ગીતો ની રામઝટની સાથે સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય વ્યહારની ભાષામા પ્રજા સત્તાક પર્વ ની મહિમા અને આઝાદી મેળવવા માટેના સંઘર્ષની વીર-ગાથા ને સુંદર શૈલીમા અભિવ્યકત કરાઈ હતી. વિધ્યાર્થીઓ, ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભવો વીર પુરૂષના ચરિત્રથી પરિચિત થાય અને ક્રાંતિકારીઓ ના ત્યાગ-બલિદાન નુ મહત્વ સમજે તે માટે ગાંધીજી અને વીર રાણી લક્ષ્મીબાઈ નુ વેશભૂષા સાથે એક પાત્ર અભિનય રજુ કરવામા આવેલ. કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા એ પ્રાસંગિક પ્રવચનમા જણાવ્યુ હતુ કે આપણને અંદાજે ૨૦૦ વર્ષના અથાગ સંઘર્ષના ભોગે પ્રાપ્ત થયેલ મહમૂલી આઝાદીને સાચવવી અને દુનિયાનુ સૌથી લાંબુ લેખિત ભારતીય બંધારણની ગરિમા જાળવવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. વધુમા જણાવ્યુ હતુ કે માત્ર દેશ ભકતિની વાતો કરવાથી કે સાંભળવાથી કશુંજ નહિ થાય પરંતુ આપણે નિતિ-મૂલ્યો ને અમલ મા મુકવાની જરૂર છે. તો જ આપણે દેશના સાચા અર્થ માં નાગરિક બનીશુ. આ પ્રસંગે શાળાના નવ નિયુક્ત આચાર્ય શાહિદ શેખ ઉદ્ બોધન મા પ્રજા સત્તાક પર્વની સાથે સાથે ભારતીય બંધારણનુ મહત્વ સમજાવી જણાવ્યુ હતુ કે વ્યક્તિ પોતે જ પોતાના ભાગ્યનુ નિર્માતા છે જેથી આપણે પરતંત્ર થી પર રહી સ્વતંત્ર બનવાની જરૂર છે. પોતાના ભાગ્ય પર રડવા કરતા ભાગ્ય નિર્માણ કરવા પર ભાર મુકી શાળાના ધવજવંદન કાર્યક્રમ મા અધ્યક્ષ તરીકે હાજર રહી હર હંમેશની જેમ વિધ્યાર્થીઓને વ્યક્તિગત પાંચસો રૂપિયાનુ ઈનામ તથા શાળાને આધુનિક માઈક સેટ અને શાળામા જરૂરી ભૌતિક સુવિધા ને પુરી પાડવાની ખાતરી આપવા બદલ ભારોભાર આભાર માન્યો હતો. જેને હાજર તમામ લોકોએ તાળીઓ ના ગટગડાટ થી વધાવી લીધો હતો. કાર્યક્રમના અંત ભાગ મા વર્ષ દરમિયાન શાળાકીય અનેકવિધ સ્પર્ધા તેમજ શાળાના ગત વર્ષના તેજસ્વી તારલાઓ અને ખેલ મહાકૂંભ તથા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમા તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ વિજેતા બનેલ વિધ્યાર્થીઓ ને પ્રમાણપત્ર અને શીલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ એમ.આર. બાળક મેહુલ પ્રભાત ને ખેલ મહાકૂંભમા જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ વિજેતા બનવા બદલ તેમજ ધોરણ ૧૨ ની બોર્ડ્ની પરીક્ષામા શાળા કક્ષાએ પ્રથમ અને જીલ્લા કક્ષાએ દ્વિતિય નંબર મેળવવા બદલ વિશિષ્ટ સન્માન કરવામા આવ્યુ હતુ.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )