નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, નવસારી ની કન્યા શાળા નં:૦૪ માં ‘ નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, નવસારી ની કન્યા શાળા નં:૦૪ માં ‘ નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે’ ની ઉજવણી કરવામાં આવી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ (જિલ્લા મહિલા શક્તિ કેન્દ્ર,નવસારી), જિલ્લા બાળ સુરક્ષા એકમ (સંકલિત બાળ સુરક્ષા યોજના,નવસારી) અને નવસારી તાલુકા હેલ્થ કચેરીના અધિકારીઓ એ ઉપસ્થિત રહી ‘ બેટી બચાઓ..બેટી પઢાઓ ‘ નું મહત્વ બલિકાઓને સમજાવ્યું. આ અંતર્ગત નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીનીઓ ને મહેમાનો ના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા.
( દીકરી એટલે પ્રેમનો પર્યાય ..વહાલનો દરિયો, અંતરનો ઉજાસ, બારમાસી વાદળી.. સ્નેહનું નિરંતર વહેતું ઝરણું.. દીકરી એટલે આંગણાનો તુલસી કયારો..દીકરી એટલે બે કુટુંબને ઉજાળતી ઘર દીવડી.)

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )