પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ડભોઈમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉસ્થિતિમાં કરાશે ધ્વજવંદનનાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉસ્થિતિમાં કરાશે ધ્વજવંદન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું : સ્વતંત્ર સેનાનીઓને કરાશે સન્માનિત, શહેરીજનોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ : ડભોઈ શહેર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

વડોદરા ગ્રામ્ય પોલિસના ઘોડેસવારો અને સ્વાન ટીપુના કરતબો રવિવારે જોવા મળશેવડોદરા તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ (શુક્રવાર) ડભોઈ કોમર્સ કોલેજના પટાંગણમાં રાષ્ટ્રીય પર્વ ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સફળતાપૂર્વક કરવાના આશયથી કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સેલ્યુટ પરેડ, ધ્વજવંદન, સાંકૃતિક કૃતિઓ, વિવિધ વિભાગના ટેબ્લો સહિતના કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કોઈ કચાશ ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓએ નાના મોટી રહેલી ક્ષતિઓ પર પરસ્પર વિચાર વિમર્શ-સંકલન કરીને દૂર કરવા પ્રયાસ હાથ ધર્યા હતા તેમજ કાર્યક્રમ સુચારૂ અને સમયબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે મથામણ કરી હતી. મહત્વનું છે કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતમાં કરવામાં આવનાર છે ત્યારે ડભોઈના શહેરીજનોમાં પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો એક નવો ઉત્સાહ-ઉમનગ અને થનગનાટ પ્રવર્તી રહ્યો છે. તેમજ ડભોઈ શહેરને પણ નવોઢાની જેમ રંગબેરંગી રોશની સહિતથી શૃંગારિત કરવામાં આવ્યું છે. રવિવાર, તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૨૦ની સવારના ૦૯.૦૦ કલાકે નાયબ મુખ્યમંત્રીશ્રી ડભોઈ કોમર્સ કોલેજના મેદાન પર ધ્વજવંદન કરાવશે રિહર્સલ દરમિયાન વડોદરા ગ્રામ્ય પોલીસના ઘોડેસવાર અને સ્વાન ટીપુએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પોલીસ જવાનોએ ઘોડા ઉપર સવાર થઈને અને તેજ રફતાર સાથે ભાલા વડે ટાર્ગેટ સાધ્યો ત્યારે લોકોના શ્વાસ થંભી જાય તેવા દિલધડક દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ સ્વાન ટીપુએ સંકેત મુજબ સેલ્યુટ કરી હતી અને લૂંટ કરનાર ચોરને સ્વાન દ્વારા પડકડવાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્વાન ટીપુના આ કરબત અને ચપળતા જોઈ સૌ કોઈ અંચબિત થઈ ગયા હતા. રિહર્સલના નિરીક્ષણમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી, વડોદરા ગ્રામ્ય પોલિસના વડા શ્રી સુધીર દેસાઈ, અધિક નિવાસી કલેક્ટર શ્રી ડી.આર. પટેલ, જિલ્લા આયોજન અધિકારી શ્રી રાવલ, સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારી જોડાયા હતા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )