તિલકવાડા માં ઝાડ પર રહેલી પતંગની દોરીમાં ઘુવડ ફસાતા મોત..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નર્મદા ના તિલકવાડા ના ડબી ફળિયા માં ભગુ ભાઈ ના ઘર પાસે આવેલ ઝાડ પર પતંગ ની દોરીમાં ઘુવડ પક્ષી ફસાઈ ગયુ હતું .તેની જાણ ગામના સરપંચ અરુણ ભાઈ એ “ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા “ના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા…નીરવ તડવી તેમજ તુષાર તડવી સ્થળ પર પહોંચી જોતા ઝાડ ની ઊંચી ડાળ પર ઘુવડ પક્ષી લટકી રહ્યું હતું..તુષાર તડવી ઝાડ પર ચઢી ને જોતા માલુમ પડ્યું ઘુવડ મૃત હાલત માં હતુ …ઘુવડ ને ઝાડ પર થી નીચે ઉતારી લઈ ફોરેસ્ટર યુ.બી.તડવી.ને સોંપવામાં આવ્યું હતું.પતંગની દોરી મા ફસાયેલ એક નિર્દોષ પક્ષી મોત ને શરણ થતા કરુણતા સર્જાઈ હતી

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )