ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા રજસ એન્ટર પ્રાઇઝ સેકટર ૧૧ ગાંધીનગર ને આઉટસસિંગ થી સેવકો પુરા પાડવાનો ઇજારો સોંપવામાં આવ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા રજસ એન્ટર પ્રાઇઝ સેકટર ૧૧ ગાંધીનગર ને આઉટસસિંગ થી સેવકો પુરા પાડવાનો ઇજારો સોંપવામાં આવ્યો હતો. એક વર્ષના સમય દરમિયાન એજન્સી એ કર્મચારીઓના પેટ પર લાત મારી છે ત્યારે અનેક શરતોનો ભંગ કરનાર આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવાના બદલે તંત્ર દ્વારા તેને એક્ષટેનશન આપવાની વાત ચર્ચાઇ રહી છે.
એજન્સીએ રોકેલ કર્મચારીઓને આ પ્રમાણે મહેનતાણું આપવાનુ રહે છે (૧) લઘુતમ વેતન અધિનિયમ હેઠળ નો મૂળ પગાર (૨) લઘુતમ વેતન અધિનિયમ પ્રમાણે ખાસ ભથ્થુ (૩) લઘુતમ વેતન મુજબ માસ દિઠ બોનસ ચુકવવુ અને (૪) પ્રોવિડન્ટ ફંડ અધિનિયમ હેઠળ નિયત ફાળો ભરી તે અંગેનો રેકોર્ડ રજુ કરી તે મુજબ નુ બીલ જે તે કચેરીને રજુ કરવાનુ હોય છે.
એજન્સી દ્વારા જીલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આશરે ત્રણસો થી વધુ સેવકો / કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. અને તેમના ઇજારાની સમય મર્યાદા પણ ૨૦૧૯ માં પુરી થઈ ગઈ છે પરંતુ નિયમ પ્રમાણે લઘુતમ વેતન અધિનિયમ પ્રમાણે સેવકો ને ખાસ ભથ્થુ , મહીના દિઠ આપવામાં આવતુ બોનસ અને પ્રોવિડન્ટ ફંડ અધિનિયમ હેઠળ તેઓને પી. એફ. આપવામાં આવતુ નથી. આમ સરકાર સાથે કરાર મુજબ આવા નિયમોનો ભંગ કરનાર એજન્સી નો ઇજારો આપો આપ રદ થઈ જશે. તેમણે જમાં કરેલ ડીપોઝીટ તેઓને નહી મળે અને જે તે એજન્સી ને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.
નિયમ પ્રમાણે એજન્સીએ દરેક કર્મચારીઓનો એકસીડેનટ પોલીસી નિમણૂંકના દિવસે થી ઉતારી લેવાની હોય છે પરંતુ અહીં સેવકોંની કોઈ પણ પોલીસી ઉતારવામાં આવી નથી. ઉદાહરણ પૂરતુ કલેકટર કચેરી અને બીજી બે ત્રણ કચેરીઓમાં પી. એફ. અને બોનસ ચુકવાયુ છે જે પણ અધુરુ આમ એજન્સીએ કર્મચારી ઓ સાથે મોટો અન્યાય અને શોષણ કર્યું છે તથા સરકારી તિજોરીને લાખોનો ચૂનો લગાડયો છે. છતાં ઉચ્ચ અધિકારીઓ એજન્સીને એક્ષટેનશન આપવા કેમ વિચારી રહ્યા છે ? એજન્સી નિમણૂંક પરીપત્ર પ્રમાણે આવી એજન્સીને અત્યાર સુધી ડીપોઝીટ કેમ જપ્ત કરવામાં આવી નથી અને બ્લેક લિસ્ટ કરવામાં તંત્ર કેમ ડીલ આપી રહીયુ છે એ પણ એક પ્રશ્ન છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )