સરકારની કેટલી અદભુત યોજના….મરેલો માણસ પણ મર્યા પછી મજૂરીએ આવે…અને મજૂરી લઈને જતો રહે…..!!!!

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મનરેગા યોજના હેઠળ એક સરકારી કર્મચારીને તથા એક મૃતક વ્યક્તિને મજૂર બતાવી બેન્ક ની મદદથી રૂપિયા ઉપડ્યા.ફરિયાદ કરાઇ.

ખોટા કામો અને ગેરરીતિ કરવા વાળાઓ એ હદ વટાવી : મૃત્યુ પામેલો વ્યક્તિ ફરી પાછો ધરતી પર આવી મજૂરી કરીને બેન્કમાંથી રૂપિયા ઉપાડી પાછો જતો રહે છે….બોલો ભ્રષ્ટાચારીઓ એ હદ વટાવી.
મૃત્યુ પામેલા વ્યક્તિને પણ મનરેગા હેઠળ મજૂર બતાવી તેના ખાતામાંથી પણ રૂપિયા ઉપડ્યા.
ભારત સરકારની મનરેગા યોજના હેઠળ થતાં કામોમાં ભારે ગોબાચારી થતી હોવાના કારણે જેતે વખતે ભા.જ.પા.પાર્ટી દ્વારા જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિરોધના કારણે લોકોને લાગ્યું કે તેઓના પ્રશ્નનું નિરાકરણ આ નવી સરકાર લાવશે.પરંતુ નવી સરકાર બન્યા બાદ આ સરકારે પણ આ યોજના ચાલુ રાખી અને કમાવવાની તક અન્ય સરકારની જેમ આ સરકારે પણ કોન્ટ્રાકટ નું કામ કરી રહેલા લોકોને આપી.
આવોજ એક ભ્રષ્ટચારી કિસ્સો બહાર આવ્યો છે કે માં એક મૃત્યુ પામેલો તથા એક સરકારી કર્મચારી ને મનરેગા યોજના હેઠળ ના મજૂરો બતાવી તેઓના નામે બારોબાર બેંકો સાથે સેટિંગ કરીને રૂપિયા ઉપાડવાનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.સંખેડા તાલુકાને અડીને આવેલું દેવલીપુર ના એક સરકારી કર્મચારી કે જે સંખેડા તાલુકાના બહાદરપુર ગામમાં આવેલી શ્રી.ડી.એસ.હાઈસ્કૂલમાં 2006 થી સેવક તરીકે ફરજ બજાવે છે.આ કર્મચારીને માલુમ પડ્યું હતું તે તેઓના વતન ની ગ્રામ પંચાયત કે જે બોડેલી તાલુકાની ઓરવાળા પંચાયત દ્વારા તેઓના નામે મનરેગા હેઠળ મજૂરી બોલાવીને રૂપિયા બારોબાર ઉપડતા હોવાનું જણાતા તેઓ દ્વારા ભારત સરકાર દ્વારા આ યોજના ની મોબાઈલ એપ ડાઉનલોડ કરી તેની અંદર સર્ચ કરતા તેઓનું નામ પણ મજૂરી માટે બોલતું હોવાનું તથા તેઓના નામે 15.08.2016 થી14.04.2019 સુધીમાં 121 દિવસની મજૂરી બોલાવીને તેના નામે બોગસ ખાતું ખોલાવીને રૂપિયા બારોબાર ઉપડ્યા હોવાનું જણાતા તેઓ દ્વારા શાળામાંથી તેઓની સેવાનું સર્ટી લઈ ને આધાર પુરાવા સાથે કલેકટર છોટાઉદેપુર ને લેખિત અરજી પણ કરવામાં આવી છે.આ અરજીમાં આજ ગામના એક વૃદ્ધ ભાણાભાઈ મથુરભાઈ તરબદા કે જેઓનું તા.08.02.2017 ના રોજ અવસાન થયેલું છે અને તેના મરણનો દાખલો પંચાયય દ્વારા નોંધણી ક્રમાંક 05 તા.10.02.2017 ના રોજ આપવામાં આવેલ છે તે મૃતક પણ મરી ગયા પછી તા.14.04.17 થી 22.04.17 સુધી કુલ 6 દિવસ મજૂરીએ આવ્યો હતો અને પાછો તા.5.2.2019 થી 18.2.2019 માં 14 દિવસ મજૂરીએ એમ કુલ મરીગયા પછી 20 દિવસ મજૂરીએ આવ્યો હતો.આ રેકોર્ડ સરકારી ચોપડે અને આ સરકારી એપમાં પણ બતાવે છે.
સંખેડા તાલુકો હોય કે બોડેલી તાલુકો હોય મોટા ભાગના તાલુકાઓ માં આવી જ રીતે વહીવટ થાય છે અને મજૂરોની જગ્યાએ જેસીબી થી જ કામો થતા હોય છે આ અંગે વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે છતાં પણ નીચેથી ચેક ઉપર સુંધીમાં કોઈનું પેટનું પાણી હલતું નથી.
હાલમાં આ જ દેવલીપુરા ગામના 25 થી વધુ લોકો એક સામુહિક અરજી લખીને સહીઓ કરીને આ બાબતે યોગ્ય તપાસ થાય અને ખોટા કામો કરનારને સજા થાય તે માટે ચેક કેન્દ્ર સુધી અરજી કરવા જઈ રહ્યા છે.બહાદરપુર શાળામાં નોકરી કરતા તરબદા વિદેશભાઈ તો પોતાની તથા આ મરી ગયેલા ભાઈ ની આધાર પુરાવો સાથે લિખિત અરજી છોટાઉદેપુર કલેકટર ને મોકલી આપવામાં આવી છે હવે ખબર પડશે કે વહીવટી તંત્ર આ લોકો સામે પગલાં ભરશે કે ભાગીદારી કરશે તે આવનાર દિવસો બતાવશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )