ભાભર ટાઉનમાંથી રોકડ રકમ રૂ ૩૨,૭૯૦/- નો વરલી મટકાનો જુગાર રમતા ૯ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

💫 *શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા 💫 *શ્રી એન.એન.પરમાર I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી* તથા એલ.સી.બી. સ્ટાફના *હેડ.કોન્સ. મિલનદાસ, દિગ્વિજયસિંહ, પો.કોન્સ. પ્રકાશચંન્દ્ર, અમરસીંહ, ઓખાભાઇ, પ્રવીણભાઈની* ટીમેં ભાભર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ભાભર વાવ ત્રણ રસ્તા પાસે આવેલ જાહેર શૌચાલયની પાછળની ગલીમાં સમીર પી.સી.ઓ. ની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો વરલી મટકાનો આંક ફરકનો પૈસાથી જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા

(૧) અર્જુનસિંહ બલુભા ભીખુભા વાઘેલા રહે. ભાભર નવા તા.ભાભર
(ર) પ્રવિણસિંહ નટવરસિંહ રાઠોડ રહે. ભાભર જુના તા.ભાભર
(૩) રમેશજી શંકરજી ઠાકોર રહે. મીઠા તા.ભાભર
(૪) ભગાજી હીરાજી ઠાકોર રહે. નેસડા તા.ભાભર
(૫) સુબાજી વર્ધાજી ઠાકોર રહે. મીઠા તા.ભાભર
(૬) ગણપતજી ઇશ્વરજી ઠાકોર રહે. રવેલ તા.દિયોદર
(૭) ભરતભાઇ અરજણભાઇ ઠાકોર રહે. વાવડી તા.વાવ
(૮) રમેશજી પોરસીજી ઠાકોર રહે. ખડોસણ તા.ભાભર
(૯) આશુજી હમીરજી ઠાકોર રહે. બલોધન તા.ભાભરવાળાઓ જાહેરમાં વરલી મટકાના આંક ફરકના જુગાર રમી રમાડી વરલીના આંક લખી લખાવી તમામ રોકડ રકમ રૂ.૩૨,૭૯૦/- તથા મોબાઇલ ફોનો નંગ-૦૬ કિ.રૂ. ૫૦૦૦/-તથા જુગારના સાધન સાહીત્યો સાથે કુલ કિ.રૂ. ૩૭,૭૯૦/- સાથે પકડાઇ ગયેલ હોઇ તથા પ્રતાપસિંહ મગનસિંહ રાઠોડ વાળો હાજર ન મળી આવી ગુનો કરેલ હોઈ જેઓની વિરુદ્ધ ભાભર પો.સ્ટે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )