સાવલી ભાજપમાં ભડકો, ન.પા. પ્રમુખ, 21 સભ્યો, શહેર પ્રમુખ સહિત તમામ હોદ્દેદાર-કાર્યકર્તા આપશે રાજીનામું, MLA ઇનામદારનાં રાજીનામાંનો પડઘો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સાવલીનાં ભાજપનાં ધારાસભ્ય કેતન ઇનામદારનાં રાજીનામાનો પડઘો પડતો જોવામાં આવી રહ્યો છે, અને સાવલીમાં રાજકીય જ્વાળામુખી ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ધારાસભ્ય કેતન ઇનામદારનાં રાજીનામાનાં પગલે ભાજપ શાસિત સાવલી નગરપાલિકા પણ કટોકટીમાં આવી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. ભાજપ શાસિત સાવલી નગરપાલિકાનાં પ્રમુખ કેતન શેઠ સહિત 21 સભ્યો દ્વારા રાજીનામું આપવાની કવાયતો શરુ કરી દેવામાં આવી છે.
ઘારસભ્ય બાદ નગરપાલિકા અને ત્યાર બાદ સાવલી ભાજપમાં પણ રાજીનામાનો શિલશિલો શરુ થયો હોય તેવી રીતે સાવલી ભાજપનાં પ્રમુખ મહિપતસિંહ રાણાએ રાજીનામાની જાહેરાત કરી છે. ભાજપ પ્રમુખની સાથે સાથે ચૂંટાયેલ તમામ પાંખનાં પ્રમુખો, સાવલી ભાજપનાં “હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આવતીકાલે રાજીનામું આપશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પ્રજાનાં કામ ન થતા હોવાનાં આક્ષેપ સાથે સાવલીનાં ભાજપનાં ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનુંં ધારાસભ્ય પદ્દેથી રાજીનામું વિધાનસભા અધ્યક્ષને માકલી આપ્યું છે ત્યારે સાવલીનાં ભાજપનાં ધારાસભ્ય કેતન ઇનામદારનાં સમર્થનમાં નગરપાલિકા અને સાવલી ભાજપનાં તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પણ રાજીનામું આપવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )