જિલ્લાકક્ષાના ઇન્સ્પાયર એવોર્ડ પ્રદર્શનમાં ઓલપાડની પરીયા પ્રાથમિક શાળાનો ડંકો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની પરીયા પ્રાથમિક શાળા જિલ્લાકક્ષાના ઇન્સ્પાયર એવોર્ડ પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામી હતી.જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત ખાતે યોજાયેલ આ પ્રદર્શનમાં સુરત જિલ્લા તથા સુરત સીટી સહિતની શાળાઓની કુલ ૭૬ જેટલી કૃતિઓ રજૂ થઇ હતી. જેમાં સદર શાળાની “મલ્ટીપર્પઝ એગ્રીકલ્ચર મશીન” નામક કૃતિએ સર્વે મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કરી મેદાન માર્યું હતું.ખેતીના એક કરતા વધુ કામો એક જ સાધનની મદદથી સરળતાથી કરી શકાય એ હેતુ સાથે શાળાના ધોરણ-૭મા અભ્યાસ કરતા સુજલ નરેશભાઈ ગામીતે આ કૃતિને શાનદાર રીતે રજૂ કરી આકર્ષક દેખાવ કર્યો હતો. તેના માર્ગદર્શક શિક્ષક ભાર્ગવપ્રસાદ મહેન્દ્રલાલ ત્રિવેદીએ આ કૃતિની ઉપયોગીતા વિશે જણાવ્યું હતું કે રજૂ થયેલ ડિવાઇસ વડે ખેતીના ઘણા કામો એક જ સાધન વડે કરી શકાય છે.જેથી અલગ-અલગ કામો માટે અલગ-અલગ સાધનો ખરીદવા પડતા નથી. તેમણે ઉમેર્યું હતું કે આ ડિવાઇસ રીમોટ વડે સંચાલિત હોવાથી કોઈપણ વ્યક્તિ / ખેડૂત તેને સરળતાથી વાપરી શકે છે.તા. 23 થી 25 દરમિયાન ઊંઝા જિલ્લો મહેસાણા ખાતે યોજાનારા રાજ્યકક્ષાના પ્રદર્શનમાં આ કૃતિ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાની આ સિદ્ધિ બદલ બીઆરસી કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલે આનંદ વ્યક્ત કરી શાળાને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ શાળાની આ સિદ્ધિને ગ્રામજનોએ બિરદાવી ગૌરવની લાગણી અનુભવી હતી. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )