એક બિલ્ડર પર માર્ગ અને મકાન વિભાગ ફિદા : ગોલા ગામડી પાસે બની રહેલા શોપિંગ સેન્ટર ની આગળ ની 200 ફૂટ જેટલી ગ્રીલ કાઢી નાખી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડભોઇ બોડેલી રાજ્ય ધોરી માર્ગ એ માર્ગ વર્લ્ડ બેન્ક ના સહયોગથી બનેલો માર્ગ છે જે તે વખતે વર્લ્ડ બેન્ક ના નિયમોનુસાર બન્યો હતો આ માર્ગ પર અતિશય ગતિ અવરોધકો મુકવામાં આવ્યા છે.મોટા તેમજ નાના નાના ગતિ અવરોધો ના કારણે અવાર નવાર અકસ્માતોની વણજાર આ માર્ગ પર બનતી જ રહે છે.આ નાના મોટા ગતિ અવરોધોને કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.આ નાના મોટા ગતિ અવરોધો હટાવવા માટે અનેક વાર રજુવાતો માર્ગ અને મકાન વિભાગ માં કરવામાં આવી છે જ્યારે પણ સ્થાનિકો,વાહન ચાલકો રજુવાત લઈ ને કચેરીમાં જાય ત્યારે એક ની એક જ કેસેટ વગાડીને રજુવાત કર્તાઓને ત્યાંથી રવાના કરી દેવામાં આવતા હતા.વર્લ્ડ બેન્ક ના પ્રોજેકટ માંથી આ માર્ગ બન્યો છે એટલે તેઓના નિયમોનુસાર આ ગતિ અવરોધો અમે દૂર કરી શકીએ એમ નથી.એક ની એક જ કેસેટ સાંભળીને સ્થાનિકો તેમજ વાહન ચાલકોએ પોતાની રજુવાતો ન છૂટકે આ. વિભાગને કરવાની બંધ કરી દીધી.
હવે જો માર્ગ અને મકાન વિભાગ જો કાયદાકીય રીતે લોકોની લાગણી અને માગણી ન સમજી ગતિ અવરોધો હટાવી ન શકતું હોય તો ગોલા ગામડી પાસે બની રહેલા શોપિંગ સેન્ટર ની આગળ જે તે વખતે માર્ગ ની સાઇડો પર નાખવામાં આવેલી 200 ફૂટ જેટલી ગ્રીલ કેમ કાઢી નાખી.આની મંજૂરી કેવી રીતે મળી તે પણ તપાસ નો વિષય છે.ચોક્કસ વ્યક્તિઓને ફાયદો કરાવવા અને પોતાના ખીસ્સા ગરમ કરવા આ ધંધો બિલ્ડર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા થયો હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.લોકો ને પડતી હાલાકી જો તંત્ર સમજી ન શકતું હોય તો કોની મંજૂરીથી આ ગ્રીલો કાઢવામાં આવી તે પણ તપાસ નો વિષય છે. એક સામાન્ય ગતિ અવરોધક હટાવવાની જો સત્તા આ અધિકારીઓ પાસે ન હોય તો આટલી મોટી લોકોની સુરક્ષા માટે મુકેલી લોખંડ ની 200 ફૂટ જેટલી ગ્રીલ કેવી રીતે હટી તે તપાસ નો વિષય છે.શોપિંગ સેન્ટર માં દુકાનો વેચાય એ માટે માર્ગ અને મકાન વિભાગે રહેમ નજર રાખી હોય તેમ લાગી રહ્યું છે.આ માટે તપાસ થાય અને બિલ્ડર અથવા જે કોઈ અધિકારીની સંડોવણી હોય તે લોકો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રજાની લાગણી અને માગણી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )