રૂપાણી સરકાર સામે પૂર્વ ધારાસભ્યોએ જ માંડ્યો મોરચો, ભાજપના નેતાઓ પણ થયા સામેલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પૂર્વ ધારાસભ્યોએ ભાજપની સરકારને અભિમાની સરકાર ગણાવી : જેમાં તેમણે તેમના પડતર પ્રશ્નોની ચર્ચા કરીને આગળની રણનીતિ ઘડી હતી. આ પહેલા ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ધરણા કર્યા હતા. પૂર્વ ધારાસભ્યોએ ભાજપની સરકારને અભિમાની સરકાર ગણાવી. જયનારાણય વ્યાસે કહ્યું કે જે ધારાસભ્યો ગરીબ છે તેમને મદદ કરવા માંગણી કરી છે. તેમણે પચાસ ટકા જેટલા ધારાસભ્યો તો ગરીબી રેખાથી નીચે જીવતા હોવાની વ્યથા વ્યક્ત કરી હતી.રાજ્યના પૂર્વ ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. જયનારાયણ વ્યાસ સહિતના પૂર્વ ધારાસભ્યોએ પેન્શન, મેડિકલ સુવિધા, સરકારી બસમાં મુસાફરી, સર્કિટ હાઉસમાં રોકાણ સહિતની સુવિધાઓ મળે તે માટે અનેક વખત રજૂઆતો કરી છે. છતાં કોઈ હકારાત્મક પગલું ન લેવાતાં આ પૂર્વ ધારાસભ્યોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની બેઠક મળી હતી.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )