નર્મદા જિલ્લામાં તા. ૨૬ મી એ સાગબારા ખાતે આન-બાન-શાન સાથે પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની થનારી ભવ્યાતિભવ્ય ઉજવણી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના હસ્તે થનારૂં ધ્વજવંદન: વિવિધ વિભાગોના ટેબ્લોઝ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભકિતની કૃતિઓ, જુડો-કરાટે-ઝિમ્નાસ્ટિક જેવા હેરતભર્યા નિદર્શનો સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન : ઉજવણીના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઇ: નર્મદા જિલ્લાવાસીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ

-નર્મદા જિલ્લામાં આગામી તા. ૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૦ ને રવિવારના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપૂર્ણ આન, બાન અને શાન સાથે સાગબારા તાલુકા મુખ્યમથકે નવરચના હાઇસ્કૂલ સંકુલ ખાતે કરાશે. આ દિવસે નવરચના હાઇસ્કુલના સંકુલમાં સવારે ૯-૦૦ કલાકે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના હસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે. જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી., એન.સી.સી., હોમગાર્ડ્ઝ દળ, સ્કાઉટ-ગાઇડ વગેરે જેવી વિવિધ પ્લાટુનોની પરેડ અને માર્ચ-પાસ્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્યાતિભવ્ય આયોજન ઘડી કઢાયું છે. આગામી પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની થનારી ઉજવણીનાં પૂર્વ આયોજન અંગે રાજપીપલા કલેક્ટરાલય ખાતે તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં આ ઉજવણીનાં આયોજનની કામગીરી સંદર્ભે જુદા-જુદા અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓની જરૂરી સુચનાઓ અપાઇ હતી અને જે તે કામગીરી કોઇપણ જાતની કચાસ કે ઉણપ વિના કાળજીપૂર્વક સુપેરે પાર પાડવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી. બારીયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર સહિત જિલ્લાના સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં નર્મદા જિલ્લાની સરકારી કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા કરાયેલી વિશિષ્ટ કામગીરી બદલ તેમજ વિવિધ ક્ષેત્રોમાં જિલ્લાને ગૌરવ અપાવનાર વિવિધ તેજસ્વી પ્રતિભાઓનું પ્રશસ્તિપત્રો એનાયત કરી તેમનું સન્માન-પ્રોત્સાહિત કરાશે. તદ્દઉપરાંત સાગબારા તાલુકા મથકે તેમજ નર્મદા જિલ્લા મુખ્ય મથકે રાજપીપલા ખાતેની સરકારી કચેરીઓ રોશનીથી જળહળી ઉઠે તે જોવાની સાથોસાથ પેટ્રોલ પંપ સહિતની અન્ય ખાનગી મિલકતોમાં પણ આવી રોશની માટે આમપ્રજા તરફથી લોકભાગીદારી નોંધાય તે જોવાની પણ આ બેઠકમાં ખાસ હિમાયત કરાઇ હતી.
પ્રજાસત્તાક પર્વની સાગબારા ખાતે થનારી જિલ્લાકક્ષાની આ ઉજવણીમાં રજૂ થનારા કાર્યક્રમમાં યોગા તેમજ દેશભક્તિને આવરી લેતી વિવિધ સાંસ્કૃતિક કૃત્તિઓ, કરાટે-ઝૂડો-જીમ્નાસ્ટિક વગેરે જેવા હેરતભર્યા નિદર્શનો ઉપરાંત વિવિધ સરકારી વિભાગો તરફથી તેમના ટેબ્લોઝ પણ રજૂ કરવાની સાથોસાથ પ્રદર્શન સ્ટોલ્સ પણ ઉભા કરાશે. સાગબારા ખાતે જિલ્લા કક્ષાના યોજાનારા આ ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લાવાસીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )