સ્વામી વિવેકાનંદજીની જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર, જનજાગૃતિ રેલી અને પુષ્પાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભારતીય તત્વજ્ઞાન, અલૌકિક વિચારસરણી,આધ્યાત્મિકતા અને ધર્મ વિશેની તાર્કિક સમજણના સીમાસ્તંભ રોપનાર ભારતના આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ દિવસ રાષ્ટ્રીય યુવા દિન ની ઉજવણીના ભાગરૂપે વિવેકાનંદ કેન્દ્ર ભરૂચ, એલિડ સ્કુલના બાળકો,શિક્ષકો, પતંજલિ મહિલા સમિતિ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા એક જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

એલીડ સ્કુલ ના બાળકોએ બેનર, પ્લેકાર્ડ અને સૂત્રોચાર સાથે રેલીરૂપે માતરીયા તળાવ થી નીકળી નર્મદા ચેનલ પાસે આવેલા સ્ટેચ્યુ પાર્ક ખાતે સભા સ્વરૂપે એકત્રિત થયા હતા.

આ પ્રસંગે વિવેકાનંદ કેન્દ્રના અરૂણભાઈ જાદવ, સુરેખા બેન જાદવ, સુનિલભાઈ ઉપાધ્યાય, જૈમિસાબેન પટેલ,વિશાલ ભાઈ પટેલ તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક તથા પતંજલિ જિલ્લા મહિલા સમિતિ ના પ્રભારી હેમાબેન પટેલ સાથે સભ્ય કૌશિકાબેન બારીયા,એલિડ સ્કુલના આચાર્ય માધવ સર, સંતોષભાઈ ડાંગે સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામી વિવેકાનંદજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ કેન્દ્રના અરૂણ ભાઈજાદવે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સ્વામી વિવેકાનંદની વાત દોહરાવતા જણાવ્યું હતું કે ભવિષ્યની આશા બુદ્ધિમાન, બીજાઓની સેવા માટે સર્વસ્વ ત્યાગકરનાર,આજ્ઞાપાલક, ચારિત્ર્યવાન યુવકો પર નિર્ભર છે. તેમણે ઉમેર્યું હતું કે યુવાનો સ્વામીજીના વિચારોને મૂર્તિમંત બનાવવા માટે પોતાનું જીવન સમર્પણ કરે અને તેમ કરીને તેઓ પોતાનું તથા દેશનું ભલું કરે. યુગ પુરુષ એવા સ્વામી વિવેકાનંદજી એ યુવાનોને આહવાન કરી કહ્યું હતુ કે રાષ્ટ્રનિર્માણની ભાવના સાથે વિશ્વફલક પર સર્વશ્રેષ્ઠ ભારતનો પાયો નાંખવાનું કામ ફક્ત યુવાનો જ કરી શકે છે. તેમની આ ઝુંબેશને પ્રબળ બનાવવા સૌ બાળકોએ સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક અને પતંજલિ જિલ્લા મહિલા સમિતિ ના પ્રભારી હેમાબેન પટેલ,કૌશિકાબેન બારીયા તથા જૈમિસાબેન પટેલ દ્વારા બાળકો ને યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા હતાં. ભરૂચ શહેર માં દસ સ્થળોએ સ્વામી વિવેકાનંદજી ને પુષ્પાંજલિ અર્પણ કરવાના પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર,કરંજ સંલગ્ન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં પતંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
OLDER POSTકેશોદ ના માણેકવાડા માલબાપા ના મંદિરે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )