પંચમહાલ જિલ્લામાં કૃષિ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે નમો ઈ-ટેબ્લેટનું વિદ્યાર્થીઓને વિતરણ કરાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

૧૩મી જાન્યુઆરીએ ગોધરાની સરકારી પોલિટેકનિક ખાતે યોજાનારો સમારોહ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાની સરકારી પોલિટેકનિક ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી આયોજિત કોલેજના વિદ્યાર્થીઓને નમો ઈ-ટેબનું વિતરણ કરવામાં આવનાર છે. આ અંગે યોજાનાર સમારોહમાં કૃષિ (રાજ્ય કક્ષા), પંચાયત અને પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકારની વિદ્યાર્થીલક્ષી મહત્વની યોજનાઓ હેઠળ રૂ. 1000/-ના ટોકન દરેથી ટેબલેટ પૂરા પાડવામાં આવશે. આ સમારોહમાં પંચમહાલના સાંસદશ્રી રતનસિંહ રાઠોડ મુખ્ય મહેમાનપદે તેમજ ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી અને કાલોલના ધારાસભ્ય શ્રી સુમનબેન ચૌહાણ મુખ્ય અતિથી પદે ઉપસ્થિત રહેશે. 13મી જાન્યુઆરી, 2020ના સવારે 10.30 કલાકથી શરૂ થનારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ અને કાર્યકારી કુલસચિવ ડો. અનિલ એસ. સોલંકીએ આમંત્રણ પાઠવ્યું છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )