” અંબાજી ધામ ભક્તિમય બન્યું ,માતાજી નો પ્રાગટ્ય દિવસ ધામધૂમ થી ઉજવાયો “

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલી ની પહાડો મા ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું છે આ ધામ મા વર્ષ દરમિયાન માં અંબા ના ભક્તો માતાજી ના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંબાજી ધામ મા નવરાત્રી અને ભાદરવી મહામેળા દરમિયાન માતાજી ના ભક્તો સૌથી વધુ દર્શન કરવા આવે છે આ સિવાય પોષી પૂનમ ના દિવસે પણ માતાજી ના અસંખ્ય ભક્તો આ ધામ માં આવતા હોય છે ,પોષી પૂનમ ને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે આ પૂનમ ને સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજનો પવિત્ર દિવસ પ્રાગટય દિવસ તરીકે પણ ઓળખાય છે અંબાજી મંદિર મા માતાજી ના ભક્તો વહેલી સવાર થીજ ઉમટ્યા હતા આજે અંબાજી મંદિર મા મહા શક્તિ યજ્ઞ યોજાયો હતો જેમાં ભક્તો મોટી સંખ્યા માં ઉમટ્યા હતા સાથે ત્યારબાદ ગબ્બર ખાતે થી અખંડ જ્યોત લાવી શક્તિદ્વાર થી મહા આરતી ઉતાર્યા બાદ શોભા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યા માં ભક્તો જોડાયા હતા અંબાજી મંદિર માં બપોરે 12 વાગે અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી અને 56 ભોગ નો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો

આજે અંબાજી મંદિર માં શાકંભરી અન્નકૂટ શાકભાજી નો પણ ધરાવવામાં આવ્યો હતો અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માઈ ભક્તો ને કોઈજ તકલીફ ન પડે તે માટે દર્શન વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવી હતી આજે અંબાજી મંદિર મા સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ મંદિર 10:45 વાગે બંદ થયું હતુ ત્યારબાદ ફરીથી 12 વાગે માઈ ભક્તો માટે ખુલ્યું હતું ,અંબાજી મંદિર ટ્રસ્ટ અને શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ તરફથી છેલ્લા 27 વર્ષ થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ,આ શોભાયાત્રા મા રંગોળી ,ફૂલો ની તોપ, નાસિક ઢોલ ,ધજા દંડ ,51 ગજ ની ધજા ,ઘોડા ,અખંડ જ્યોત ,શાકંબરી રથ ,માતાજી ની બગી ,કળશ સાથે કન્યાઓ ,બેન્ડ બાજા ,માતાજી ની મૂર્તિ ,નવદુર્ગા ઝાન્ખી ,સ્કૂલો ની ઝાન્ખી ,આદિવાસી નૃત્ય ,ડીજે ,બાહુબલી બગી ,રાજસ્થાની ઝાન્ખી ,ઊંટ ,ઓર્કેસ્ટ્રા પાર્ટી ગૌમાતા ની ઝાન્ખી ,હાથી સહીત અખાડા ના કરતબો આ શોભાયાત્રા નું મુખ્ય આકર્ષણ હતુ આ શોભાયાત્રા મા વર્ષ માં એકજ વાર માતાજી નગર પરિભ્રમણ માટે નીકળી છે આ શોભાયાત્રા શક્તિદ્વાર થી નીકળી અંબાજી ના બજારો માં ઘૂમી હતી જગ્યા જગ્યા એ આ શોભાયાત્રા નું સ્વાગત કરાયું હતું ,આજે ગુજરાત ના મુખ્યમંત્રી ના ધર્મ પત્ની અંજલી બેન રૂપાણી સાથે અંબાજી મંદિર ના ચેરમેન અને વહીવટદાર હાજર રહ્યા હતા આજે ગ્રહણ હોઈ છાંયા ના હિસાબે અંબાજી મંદિર ના સમય માં કોઈજ ફેરફાર કરવામાં આવ્યો નથી ,આજે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના ધર્મપત્ની અંજલી બેન રૂપાણી એ મહા આરતી કરી હતી ,આજે અંબાજી મંદિર ટ્રસ્ટ ના ચેરમેન સંદીપ સાંગલે ,વહીવટદાર એસ જે ચાવડા ,ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીષ ગઢવી ,હરદાસ પરમાર ,જી એલ પટેલ ,આર કે મેવાડા સહીત ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ના પ્રમુખ સહીત તમામ સભ્યો જોડાયા હતા આ શોભાયાત્રા સાંજે શક્તિદ્વાર પરત ફરી હતી ,ખિસ્સા કાપવાના બનાવો ઓછા પ્રમાણમાં બન્યા હતા ,આજે સવારે 6 વાગે આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી

મનમંચ ન્યૂઝ………….રિતિક સરગરા,અંબાજી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )