ભરૂચ જિલ્લામાં આજ થી કરૂણા અભિયાનનો પ્રારંભ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઘાતક દોરીથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા હેલ્પલાઇન તથા રીસ્પોન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં

મકરસંક્રાંતિ પર્વ દરમ્યાન ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા તા:૧૦.૦૧.૨૦૨૦ થી ૨૦.૦૧.૨૦૨૦ સુધી પક્ષી બચાવો અભિયાન ભરૂચ જિલ્લામાં ચલાવવામાં આવનાર છે. તે અંતર્ગત હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજથી કરૂણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં ભરૂચ શહેરમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઘવાયેલા પક્ષીઓને બચાવવા રિસ્પોન્સ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તા:૧૩.૦૧.૨૦૨૦ થી તા:૧૫.૦૧.૨૦૨૦ સુધી શ્રવણ ચોકડી પર ઘવાયેલા પક્ષી બચાવવા રીસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ દોરી તથા તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લાની જાહેર જનતા ને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉત્તરાયણ ના પર્વ દરમ્યાન ચાઇનીઝ દોરી તથા તુક્કલ નો વપરાશ ન કરે. ચાઇનીઝ દોરી અને તુક્કલ થી અકસ્માત અને આગના બનાવો વઘુ બને છે તેને અટકાવવા માટે સાવચેતી ના પગલાંરૂપે અનુરોધ કરવામાં આવ્યો છે.
સંસ્કૃતિ ટ્રસ્ટ ના સદસ્યો દ્વારા ઉત્તરાયણ પર્વ પછી ઝાડ,મકાન,રોડ અને વાયરો ઉપર ભરાયેલા કે લટકતા દોરાઓ ઉતારી ને ભેગા કરી તેનો યોગ્ય રીતે નાશ કરવામાં આવશે. જેથી પક્ષીઓ તથા રોડ પર જતાં રાહદારીઓને ઇજાઓ ન થાય. જ્યારે જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે તેઓ આવી દોરીઓ કે દોરીના ગુંચળા સંસ્કૃતિ ટ્રસ્ટ નાં નક્કી કરેલા સેન્ટર પર જમા કરાવશે તો એક કિલોદીઠ રૂ.૫૦ ને પુરસ્કાર રૂપે આપવામાં આવશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )