હળવદ મહર્ષિ ગુરૂકુળ ખાતે “ખેલતે જાઓ, ખીલતે જાઓ” રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

*હળવદની મહર્ષિ ગુરૂકુળ ખાતે યોજાયો ખેલોત્સવ : ૧૨૬૮ રમતવીરોએ ભાગ લીધો*

હળવદની મહર્ષિ ગુરૂકુળ ખાતે રમતોત્સવ યોજાયો હતો, એક સપ્તાહ ચાલેલા આ કાર્યક્રમમાં જુદી જુદી ૩૨ રમતોમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

હળવદ મહર્ષિ ગુરૂકુળ ખાતે “ખેલતે જાઓ, ખીલતે જાઓ” રમતોત્સવનું આયોજન તા. ૧થી ૭/૧/૨૦૨૦નું કરવામાં આવ્યું હતુ. આ રમતોત્સવમાં વિવિધ ૩૨ રમતો યોજાઇ હતી. જેમાં તા. ૬/૧ના ખેલોત્સવનો ફાઇનલ રાઉન્ડનો ઓપનિંગ કરાયો હતો. રાજ્ય સરકાર દ્વારા યોજાતા ખેલ મહાકુંભની જેમ જ ઠાઠ-માઠ સાથે રંગારંગ પ્રારંભ થયો હતો.

શૈક્ષણિક સંસ્થાનો ધ્વજારોહણ, એન.સી.સી. કેડેટ, માર્ચ પાસ, યોગા, જીમ્નાષ્ટીક, ઢોલ – ત્રાસા, આતશબાજીથી મેદાન ગુંજી ઉઠયો હતો. આ રમોત્સવમાં ૧૨૬૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ખેલોત્સવમાં વિજેતા થયેલ રમતવીરોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તો સાથોસાથ વિજેતા થયેલ રમતવીરોને મેનેજિંગ ડાયરેક્ટર રજનીભાઇ સંઘાણીએ ઇનામો વિતરણ કરી શુભેચ્છા પાઠવી હતી.

આ ખેલોત્સવને સફળ બનાવવા રાજુભાઈ ચનિયારા, અશોકભાઈ ગેલોત, સુરેશભાઈ બારૈયા,રાકેશભાઈ ડાંગર, મહેશભાઇ મેમકિયા, હર્ષદભાઇ સતાપરા, સુરેશભાઇ મોગરીયા, જીતુભાઈ શાહ વગરે સ્ટાફ ભારે જહેમત ઉઠાવી હતી.

મયુર રાવલ હળવદ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )