રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા તાલુકા કક્ષાએ નામ નોંધણી કેમ્પનું કરાયું આયોજન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને નામ નોંધણી કરાવવા માટે જિલ્લા કચેરી સુધી આવવું ન પડે એ માટે જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા તમામ તાલુકા મથકોએ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલા આયોજન મુજબ જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઇ, સ્પ્ટેમ્બર અને નવેમ્બરના પ્રથમ મંગળવારે સંખેડા ખાતે તાલુકા પંચાયત કચેરી, સંખેડા, જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઇ, સ્પ્ટેમ્બર અને નવેમ્બરના બીજા મંગળવારે તાલુકા પંચાયત કચેરી, બોડેલી, જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઇ, સ્પ્ટેમ્બર અને નવેમ્બરના બીજા શુક્રવારે તાલુકા પંચાયત કચેરી, કવાંટ, જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઇ, સ્પ્ટેમ્બર અને નવેમ્બરના ત્રીજા મંગળવારે તાલુકા પંચાયત કચેરી, પાવી જેતપુર અને દર માસના ચોથા મંગળવારે તાલુકા પંચાયત કચેરી, નસવાડી ખાતે કેમ્પ યોજાશે.
ઉપરોકત દિવસો દરમિયાન રજા હશે તો ત્યારપછીના દિવસે કામગીરી કરવામાં આવશે. નામ નોંધણી, રિન્યુઅલ અને અપડેશન કરાવવા ઇચ્છતા ઉમેદવારોએ તેઓના જાતિ પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ઇ-મેલ આઇ.ડી, આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, સ્નાતક, અનુસ્નાતકના ડિગ્રી સર્ટિફિકેટ તમામ અસલ તથા સ્વપ્રમાણિત નકલ સાથે રૂબરૂમાં હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી તરફથી જણાવાયું છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )