નેત્રંગમાં બે બંધ મકાનમાંથી તોડી રૂ. ૧,૪૦,૦૦૦ ચોરી કરી તસ્કરો ફરાર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સોનાનું મંગલસુત્ર,બુટ્ટી,સાકળા સહિત રોકડા રૂપિયાની ચોરી,પોલીસે અજાણા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી,

નેત્રંગમાં બે બંધ મકાનમાંથી તોડી રૂ. ૧,૪૦,૦૦૦ ચોરી કરી તસ્કરો ફરાર થતાં ચકચાર મચી જવા પામી હતી,

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલ દશૅના નગર સોસાયટીમાં અંજનાબેન નરેશભાઈ કુનજી અને જલારામ બંગ્લોઝમાં રહેતા હસમુખભાઈ અભેસિંહ વસાવા રહે છે,અને કોઇ અગમ્યા કારણોસર ઘર બંધ હતા,જેમાં રાત્રીના અંધકારના સમયનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો બંધ મકાનના ઘરના દરવાજાનું નકુચુ તોડીને ગેરકાયદેસર પ્રવેશ કરીને અંજનાબેન નરેશભાઈ કુનજી ઘરમાંથી સોનાનું મગલસુત્ર એક તોલા જેની કિંમત ૨૦,૦૦૦,કાનની બુટ્ટી ૫૫૦૦,રોકડ રકમ ૫૦૦૦,જ્યારે હસમુખભાઈ અભેસિંહ વસાવાના ઘરમાંથી સોના સિક્કા ૨૦,૦૦૦,સોનાની બુટ્ટી ૨૯,૫૦૦,સાકળિ ૧૪૦૦ સહિત રોકડ રકમ ૨૯,૩૦૦ ચોરી કરી ફરાર થઇ ગયા હતા,બનાવની જાણ પરિવારના સભ્યો અને આજુબાજુ રહીશોને થતાં નેત્રંગ પોલીસને ફરિયાદ આપતા પોલીસ કાયદેસરની કાયૅવાહી હાથ ધરતાં અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી ઘરપકડ કરવાના ચક્રોગતિમાન કયૉ હતા,જ્યારે નેત્રંગ ટાઉનમાં એક જ રાત્રીમાં બે બંધ મકાનના તાળા તોડી તસ્કરો ચોરિ કરીને ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી હતી.

* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )