બોડેલીમાં પ્રાઇવેટ અને એપીએમસીના તોલમાપ કાંટામાં ગડબડ થતી હોવાની ખેડૂતોની બૂમ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામે એપીએમસીમાં ખેડૂતો સીસીઆઇ મારફતે હરાજી કરાવી કપાસ વેચવા આવે છે ખેડૂતોને સારા ભાવ મળવાથી જિલ્લાના મોટાભાગના ખેડૂતો સરકાર ઘ્વારા નક્કી કરાયેલ ટેકાના ભાવથી સીસીઆઈના અધિકારીઓની હાજરીમાં વેપારીઓ ખેડૂતોને પોતાના મહામુલા પાકને યોગ્ય તોલ કરી ખરીદે છે કપાસના પાકની હરાજી કરી તેને એપીએમસીના તોલમાપ કાંટા પર તોલાઈ કરી યોગ્ય તોલાઈવાળી રસીદ આપવામાં આવે છે ત્યારબાદ નક્કી કરેલ વેપારીની કપાસ જિન પર મોકલી ત્યાંના તોલમાપ કાંટા પર ફરી વજન કરી ત્યાંની તોલાઈ ફી લઇ રસીદ આપવામાં આવે છે આ પ્રાઇવેટ જીનમાં ખેડૂતો સાથે તોલાઈમાં ગડબડ કરવામાં આવે છે આદિવાસી અભણ ખેડૂતોની રસીદમાં ૧૫ થી ૨૫ કિલોની ઘટ જોવા મળે છે આમ આદિવાસી ખેડૂતોને એક તરફ સારા ટેકાના ભાવ આપવાની વાત કરતા અધિકારીઓ પ્રાઇવેટ જિન ના માલિકોની મિલીભગતથી છેતરવામાં આવી રહ્યા બૂમો ખેડૂતો ઘ્વારા ઉઠી છે એક કપાસના વાહન પાછળ ખેડૂત ૧૦૦૦ થી લઈને ૧૫૦૦ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બની રહ્યો છે ખેડૂત મૂંઝાઈ રહ્યો છે કે એપીએમસીનો તોલ સાચો કે પ્રાઇવેટ તોલમાપના કાંટાનો ? જિલ્લાનું વહીવટીતંત્ર સફાળે જાગી યોગ્ય તપાસ કરે તો જગતનો તાત છેતરાતો અટકશે આમ બોડેલીમાં પ્રાઇવેટ અને એપીએમસીના તોલમાપ કાંટામાં વજનમાં મોટો ફેરફાર જણાતા ખેડૂતોમાં બૂમ જોવા મળી રહી છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )