ગેરકાયદેસર કેમીકલના જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આરોપીના ભાડા વાળા ગોડાઉનમાંથી કેમીકલનો કુલ ૧,૭૩,૨૦૦ લીટરનો જથ્થો કિ.રૂ.૭૧,૫૯,૦૦૦/-નો મુદામાલ કબ્જે

💫 માનનીય પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંઘ ગહલૌત સાહેબ તરફથી એ.ટી.એસ. ચાર્ટરની કામગીરી તેમજ કેમીકલ તથા પેટ્રોલીયમ પ્રોડકટની ગેરકાયદેસર થતી ચોરીના ગુના શોધી કાઢવા માટે કરેલ માર્ગદર્શન/ સુચન આધારે…

💫તા.૦૬/૦૧/૨૦ ના રોજ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.સોલંકી એસ.ઓ.જી. નાઓને ગેરકાયદેસર કેમીકલની બાતમી મળેલ કે “સાંકરદા ગામ, સ્વાસ્તીક સીરામીક એસ્ટેટના પ્લોટ નં.૪ માં જયેશભાઇ લલીતચંન્દ્ર પટેલ તેમજ કિરણભાઇ વનરાજસિંહ મહીડાનાઓ ભાડેથી ગોડાઉન રાખી પ્લાસ્ટીકના બેરલમાં કેમીકલનો જથ્થો રાખી ગેર કાયદેસર રીતે કેમીકલનું ટ્રેડીંગ કરે છે અને હાલ તેઓના ગોડાઉનમાં જુદા જુદા પ્રકારના કેમીકલ ભરેલ બેરલોનો જથ્થો રાખેલ છે” તે મુજબની મળેલ બાતમી આધારે ઉપરોકત જગ્યાએ રેડ કરી બે ઇસમોને ઝડપી પાડેલ છે.

*પકડેલ આરોપીના નામ સરનામા*
💫 (૧) જયેશકુમાર લલીતચંન્દ્ર પટેલ રહે.બી/૯૮, રાજરત્ન સોસાયટી, પોલોગ્રાઉન્ડની સામે, વડોદરા તથા (ર) કિરણસિંહ વનરાજસિંહ મહીડા રહે.ઇ/૧૩, તુલસી ડુપ્લેક્ષ, પંચવટી ગોરવા, વડોદરા.

*આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલ*
💫 આરોપીના કબજા ભોગવટા વાળા ગોડાઉનમાંથી (૧) મીકસ સોલવન્ટ કેમીકલ ભરેલ કુલ-૧૩૦ બેરલ કુલ લીટર ૨૬,૦૦૦ (ર) આઇસો પ્રોપાઇલ ઓલ્કોહોલ પ્લસ એન હેપ્ટેન કેમીકલ ભરેલ બેલ નંગ-૪૦ કુલ ૮૦૦૦ લીટર (૩) ડાઇ મીથાઇન સલ્ફોમાઇન કેમીકલ ભરેલ બેરલ નંગ-૮૬ કુલ ૧૭૨૦૦ લીટર (૪) આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ કેમીકલ ભરેલ બેરલ-૧૯૦ કુલ લીટર ૩૮,૦૦૦ (૫) ડાઇ મીથાઇન સલ્ફોમાઇન કેમીકલ બેરલ નંગ-૦૯, ૧૮૦૦ લીટર (૬) મીકસ સોલવન્ટ કેમીકલ બેરલ નંગ-૪૫ કુલ ૯૦૦૦ લીટર (૭) ડાઇ આઇસો પ્રોપાઇલ ઇથર કેમીકલ ભરેલ બેરલ કુલ નંગ-૧૮ કુલ લીટર ૩૬૦૦ (૮) આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ કેમીકલ ભરેલ બેરલ નંગ-૧૨ કુલ લીટર ૨૪૦૦ (૯) એસીટોન કેમીકલના બેરલ નંગ-૬ કુલ લીટર ૧૨૦૦ (૧૦) ટોલીયુન કેમીકલના બેરલ નંગ-૫ કુલ લીટર ૧૦૦૦ (૧૧) ઝાઇલીન કેમીકલ ભરેલ બેરલ નંગ-૭૦ કુલ ૧૪૦૦૦ લીટર (૧ર) ઇથેલીન ડાયકલોરાઇડ લાટેન્ડ કેમીકલ કુલ બેરલ-૧૧૦ કુલ લીટર ૨૨,૦૦૦ (૧૩) ઇથાઇલ એસીટેડ કેમીકલ ભરેલ બેરલ કુલ-૫૫ કુલ લીટર ૧૧,૦૦૦ (૧૪) મીથીલીન ડાયકલોરાઇડ કેમીબલ ભરેલ કુલ બેરલ ૭૦ કુલ લીટર ૧૪,૦૦૦ (૧૫) રીકવર સોલવન્ટ કેમીકલ ભરેલ બેરલ કુલ-૩૦ કુલ લીટર ૨૦૦ મળી કુલ્લે બેરલો નંગ-૮૬૬ કુલ્લે લીટર ૧,૭૩,૨૦૦ કુલ કિ.રૂ.૭૧,૫૯,૦૦૦/- નો મુદામાલ.

*નોંધાયેલ ગુનાની વિગત*
💫 નંદેસરી પો.સ્ટે.સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ.

*સારી કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓ*
💫 શ્રી એમ.આર.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, શ્રી વી.બી.આલ, સે. પોલીસ ઇન્સ્પેકટર, પો.સ.ઇ.શ્રી આર.જી.વસાવા, એ.એસ.આઇ. બિપીનચંન્દ્ર ગણેશભાઇ, હે.કો.કમાલુદીન હબીબમીયાં, હે.કો. રાકેશ ભેરૂલાલ, પો.કો.રાજેશ રામસિંહ, પો.કો. જયકિશન સોમાજી નાઓએ ગેરકાયદેસર કેમીકલનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

💫 ઉ૫રોકત ગુનાની વધુ તપાસ એસ.ઓ.જી. વડોદરા શહેર દવારા હાથ ધરવામાં આવેલ છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )