અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી ખાતે પડતી તકલીફો માટે આવેદન અપાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભાવેશ મુલાની દ્વારા………..

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી પોસ્ટમોર્ટમ સેન્ટર ખાતે મૃતક ના પરિવારજનો ને પોસ્ટમોર્ટમ માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને અન્ય તકલીફ બાબતે

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ સેન્ટર ખાતે છેલ્લા 4 વર્ષ થી પોસ્ટમોર્ટમ માટે મૃતક ના પરિવારજનો ને કલાકો સુધી પોસ્ટમોર્ટમ સેન્ટર પર ડેડબોડી સાથે બેસી રહેવું પડે છે તેનું મુખ્ય કારણ પોસ્ટમોર્ટમ માટે ડોકટર સમયસર હાજર ના રહેતા તકલીફ રહે છે.આકસ્મિક સમય પર પોસ્ટમોર્ટમ માટે કોઈ પણ પ્રકારની સહાયતા પ્રશાસન પાસે થી મળતી નથી. કલાકો સુધી મૃતક બોડી પડી રહે છે પરંતુ કોઈ પણ પ્રકારની તાત્કાલિક સહાયતા મળતી નથી આ પ્રકારની અવ્યવસ્થા થી દેખાઈ આવે છે કે માનવતા પરવારી ચુકી હોય એવું લાગે છે. ડોકટર વહીવટ અને હોસ્પિટલ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ ને કારણે મૃતક ના પરિવારજનો એ હેરાનગતિ નો સામનો કરવો પડે છે.નગરપાલિકા ડિસ્પેન્સરી પાસે ડેડબોડી મુકવા માટે કોલ્ડ રૂમ ની પણ વ્યવસ્થા નથી જેના કારણે બોડી પણ deteriorate થવાની સંભાવના રહે છે.માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી આપ સાહેબ ને નમ્ર વિનંતી કે સતત ચાર ચાર વર્ષ થિ આ પ્રકારની સ્થિતિ ઉદભવે છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી વારંવાર આ પ્રકારની તકલીફ સમયાંતરે થતી રહે છે.આપ સાહેબ ને વિનંતી આ મુદ્દે તાત્કાલિક અસર થી પોસ્ટમોર્ટમ માટે પરિવાર જનો એ કલાકો સુધી રાહ જોવી પડે છે આ કપરા સમય માં ડોકટર હાજર ના હોવાથી પરિવારજનો ના દુઃખ માં વધારો થાય છે તેઓ કપરી પરિસ્થિતિ માં મુકાય છે આ અમાનવીય હરકત તબીબ ની ગેરહાજરી ને કારણે થાય છે જેને તાત્કાલિક અસર થી સુધારવામાં આવે અને અસરકારક પગલાં લેવામાં આવે એવી અમારી માંગ સાથે એસ.ડી.એમ સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જે પ્રસંગે લોકસરકાર ઇન્ચાર્જ પ્રતીક કાયસ્થ, નગરપાલિકા વિપક્ષ ના ઉપનેતા શરીફ કાનૂગા, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ના મહામંત્રી વસીમ ફડવાલા, કેયુર રાણા, વિનય પટેલ, અસલમ હાટીયા, હેમંત પટેલ, હરીશ વસાવા, પપ્પુ શેખ, હનીફ ભરુંચી, કેલ્વિન સ્મિત, સિકંદર કડીવાળા, ઝેક મુલ્લા, વિરલ રજવાડી વિગેરે આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )