છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલી માઇનોર કેનાલોમાં મોટા પાયે ભંગાણ : ખેતરોમાં પાક ને નુકશાન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલાગામડી પાસેથી પસાર થતી અને મંગલ ભારતી પાસે આવેલ તળાવ ની પાછળથી પસાર થતી માઇનોર કેનાલ છેલ્લા ત્રણ મહિના કરતાંય વધુ સમયથી તૂટેલી છે છતાં નફ્ફટ બનેલા તંત્રને વારંવાર રજુવાતો કરવા છતાં પણ આ માઇનોર કેનાલનું રીપેરીંગ કામ ન થતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.એક બાજુ વારંવાર વરસાદી માવઠા ના કારણે ખેડૂતો કુદરતનો માર સહન જ કરી જ રહ્યા છે તેવામાં મુક પ્રેક્ષક બનીને પડતા પર પાટું મારવાનું કામ આ વહીવટી તંત્ર કરીને કુદરત ના માર ની સાથે સાથે સરકારી માર પણ આપી રહ્યું છે.સ્થાનિક ખેડુતો દ્વારા બહાદરપુર ઓફિસ પર તેમજ ડભોઇ ઓફિસ માં વારંવાર રજુવાતો કરવા છતાં પણ આ કેનાલના રીપેરીંગ માટે પેટનું પાણી પણ હાલતું નથી.સ્થાનિક ખેડૂતો અધિકારીઓના સરકારી જવાબ થી થાકીને હારી ગયેલા જોવા મળે છે.ન છૂટકે આ ખેડૂતો દ્વારા અધિકારીઓને એવું પણ કીધું કે જો સરકારી ગ્રાન્ટ ન આવતી હોય તો આ માઇનોર કેનાલના રીપેરીંગ માટે તમારી કચેરી દ્વારા માત્ર જે.સી.બી ની વ્યવસ્થા કરી આપો બાકીનું કામ અમો ખેડૂતો ભેગા થઈને કરી લઈશુ.અમારો ભાગ ભલે કામ આવે પણ આખું વર્ષ કરેલી ખેતી માટેની મહેનત તો એળે નહિ જાય.છેલ્લા ત્રણ માસ કરતાંય વધુ સમય થી આ માઇનોર કેનાલ નું ભંગાણ થયેલું છે જેના કારણે આ કેનાલમાંથી પસાર થતું પાણી ખેડૂતોના ખેતરમાં તથા મુખ્ય ધોરી માર્ગની આજુબાજુ માં પડેલી નિકો માં ખોટું વહી જાય છે.આ પરિસ્થિતિની ગંભીરતા સમજી વિચારી ને ખેડૂતોના હિતમાં અધિકારીઓ કુંભકર્ણની નિદ્રા માં થી જાગી ને મદદે પહોંચીને રીપેરીંગ કામ વહેલી તકે કરાવે તે ઇચ્છનીય છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )