છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને ચોમાસામાં જમીન ધોવાણનું વળતર મળ્યું નથી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બડાલીયા ,જુનાટીમ્બરવા,ઉનડા,વણઘા સહીત ગામના ખેડૂતોને ચોમાસામાં અનાધાર વરસાદના કારણે હેરણ નદીમાં ઘોડાપુર પાણી આવતા નદીકિનારાની જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું અને કિનારે વસવાટ કરતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યું હતું વહીવટીતંત્ર ઘ્વારા પાકોમાં થયેલી નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું પરંતુ જમીનોના ધોવાણનું સર્વે કરવામાં આવેલ નથી કે સહાય પણ ખેડૂતોને ચુકવવામાં આવી નથી જેને લઈને ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે પ્રભાતસિંહ રાજપૂત નામના ખેડૂતે તેમની સ્થિતિ જણાવતા જણાવ્યું કે મારે મોટાભાગની જમીન નદી કિનારે આવેલી છે જેમાં ગતવર્ષે ખેતરમાં બેન્ક લોનથી નવી પાઈપલાઈન,ટપક સિંચાઈ અને કુવામાં મોટર નાખી લાખોનો ખર્ચ કરી કેળની વાવણી કરી હતી ચોમાસામાં ભારે વરસાદથી હેરણ નદીમાં પૂર આવતા મારુ ૨ હેક્ટર ખેતર ઉભા પાક સાથે ધોવાણ થઇ ગયું છે મેં કરેલ મોટર,પાઈપલાઈન,અને ટપક સિંચાઈનો ખર્ચ માથે પડ્યો છે મારે હવે બીજી જગ્યાએ થોડી જમીન બચવાથી હું મારા પરિવારનું ભરણપોષણ ખુબ કપરી સ્થિતિમાં કરી રહ્યો છું રાજેન્દ્રભાઇ રાજપૂતે તેની સ્થિતિ વર્ણવતા જણાવ્યું કે મારે તો માત્ર ૧ હેક્ટર જમીન હતી જે ધોવાણ થતા હું અન્ય ખેડૂતના ઘરે મજૂરી કરી મારા પરિવારનું માંડમાંડ ભરણપોષણ કરી રહ્યો છું મારા ઘરે બેન્ક,દવા,ખાતર,બિયારણવાળા પણ ઉઘરાણીએ આવે છે પણ મારી જમીનનું જ ધોવાણ થઇ જતા હું કેવી રીતે દેવું ભરપાઈ કરીશ મારે તો આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે સરકારને હું વિનંતી કરું છું કે અમારી મદદ કરે ..આમ આ વિસ્તારના ૫૦ થી વધારે ખેડૂતોની જમીન ધોવાણ થતા તેમની હાલત કફોડી બની છે અને સરકાર અને વહીવટીતંત્ર તેમની વહારે આવે તેવું ઈચ્છી રહ્યા છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )