ડભોઈના હેતમપુરાના વલ્લભ ફાર્મમાં જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડભોઈ તાલુકાનાં હેતમપુરાનાં વલ્લભ ફાર્મમાં શ્રી દ્વારકાધીશ સુખધામ કમિટી આયોજિત વૈષ્ણવ સમાજના જીવન સાથી પસંદગી સંમેલનમાં કાકરોલી નરેશ પૂ.વ્રજેશકુમારજીઅને પૂ.ડો. વાગીશકુમારજી એ દિપ પ્રાગટય કરીને મેળાવડો ખુલ્લો મુક્યો હતો.
વૈષ્ણવ મેળાવડામાં કુલ 899 લગ્ન વાંચ્છુકો પૈકી 632 યુવકો સામે માત્ર 267 જ યુવતીઓએ ભાગ લીધો હતો.જે સામાજિક સમતુલા ખોરવી રહ્યું છે.
પૂ.વાગીશકુમારજીએ પોતાના વક્તવ્યમાં કહ્યું, કે લગ્નનાં તાંતણે બંધાવા માટેનાં પ્રથમ તબક્કાનાં પસંદગી મેળામાં લગ્ન વાંચ્છુ માટે સાનુકૂળ વાતાવરણ જરૂરી હોય છે.મેળાવડાનાં સફળ આયોજન માટે કન્વીનર રાજુભાઇ ગાંધી અને કાર્યકરોને ધન્યવાદ પાઠવ્યા હતા.
ફાર્મનાં રાજેશભાઇ પરીખ અને પ્રિયાંક પરીખ પરિવારે મેળાવડા માટે આપેલા યોગદાન બદલ તેઓનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )