માઉન્ટઆબુમાં એક જ રાતમાં ૪ ડિગ્રી તાપમાન ગગડ્યું ૧ ડિગ્રી નોંધાયું નવ દિવસ બાદ ઠંડીનો ચમકારો વધ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

માઉન્ટઆબુ

પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુ સતત નવ દિવસ સુધી ઓછું વત્તું લઘુત્તમ તાપમાન નોંધાતા બાદ ગુરુવારે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જેના લીધે માઉન્ટઆબુમાં ઠંડુંગાર રહ્યું હતું અને બરફ જામી ગયો હતો. માઉન્ટઆબુમાં છેલ્લાં નવ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. જેના લીધે ઠંડીથી લોકોને રાહત મળી હતી. પરંતુ ગુરુવારે એક જ રાતમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી લોકોએ શિયાળાની ગુલાબી ઠંડીનો અનુભવ કરવો પડ્યો હતો. માઉન્ટઆબુમાં બુધવારે ૫ ડિગ્રી તાપમાન હતું. જે ગુરૂવારે ગગડીને ૧ ડિગ્રી નોંધાતા સર્વત્ર બરફ જામી ગયો હતો

અહેવાલ :- રિતિક સરગરા,અંબાજી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )