ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં insinar rater મશીન મુકાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બોડેલી ની ખત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતી બાળાઓ શિક્ષણની સાથે સાથે સ્વસ્થ – તંદુરસ્ત રહે , નીરોગી બને અને પોતાના શરીરની સાચવણી કરે તે હેતુસર જીવન જલ અને જન વિકાસ ટ્રસ્ટ સેલાવી જિલ્લો પાટણ ના સહયોગથી શિરોલાવાલા હાઇસ્કૂલ, બોડેલી ના આચાર્ય જે.આર શાહ તેમજ શિક્ષિકા ગાયત્રીબેન પટેલ ની મદદથી શાળામાં જે દીકરીઓ માસિક ધર્મ પાળતી હોય તેમના માટે આ પેડ મશીન છે જેમાં દીકરીઓ આ સમય દરમિયાન ઉપયોગ થયેલા પેડ ને તેમાં મૂકી નાશ કરી શકે છે જેનાથી પર્યાવરણની પણ શુદ્ધતા જળવાય અને પર્યાવરણ તંદુરસ્ત રહે તેમજ બાળકીઓ પણ ગમે તે પરિસ્થિતિમાં અભ્યાસ કરી શકે તે હેતુથી આ મશીન શાળામાં મૂકવામાં આવ્યું છે શાળામાંથી આ દીકરીઓને પેડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે માત્ર ૩૦ રૂપિયામાં બે મહિના સુધી પેડ ચાલે તે રીતે આયોજન કરવામાં આવેલું છે આ વિદ્યાર્થીનીઓ આ મશીનનો વધુને વધુ નિ:સંકોચપણે ઉપયોગ કરે એ હેતુથી શાળામાં અલગથી ગર્લ્સ રૂમ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે . ચીન લેડિઝ ટોયલેટમાં ફીટ કરવામાં આવેલ છે સાથે સાથે દીકરીઓ પોતાની ઘરની બહેનો માટે પણ શાળામાંથી પેડ ના પેકેટ પણ લઈ જઈ શકે છે આ સમગ્ર અભિયાન શાળાની શિક્ષિકાઓ શ્રીમતી સીમાબેન તુરાબ અને શબનમ બેન કરી રહ્યા છે.

પરેશ ભાવસાર
બોડેલી
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )