સાંસદ સભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં દિશા કમિટિની બેઠક યોજાઈ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડોદરા શહેર-ગ્રામીણ વિસ્તારમાં લોક કલ્યાણકારી વિવિધ યોજનાઓની અમલવારી કરાઈ સમીક્ષા
*********
સમયમર્યાદામાં અને નિયત ધારાધોરણ મુજબની કાર્યવાહી કરવાનો અધિકારીશ્રીઓને નિર્દેશ આપતા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ
*********
ખેડૂતોને ટપક સિચાંઈ યોજનાનો મહત્તમ લાભ આપવા ઉપર ભાર મૂકતા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ
*********
તમામ વિભાગના અધિકારીઓને પ્રગતિ અહેવાલ રજૂ કરવા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે આપી સૂચના

સરકારશ્રીની તમામ યોજનાઓનું સફળ અને સમયબદ્ધ રીતે અમલીકરણ થઈ શકે તેવા આશયથી દિશા એટલે કે જિલ્લા વિકાસ સમન્વય અને નિગરાની સમિતિની બેઠક સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં શહેરના સરકીટ હાઉસ ખાતે બેઠક મળી હતી. સાંસદ શ્રીમતિ રંજનબેને ભટ્ટે કેન્દ્ર સરકારની તમામ યોજના અને રાજ્ય સરકારની અનુદાનથી ચાલતી વર્ષ ૨૦૧૯-૨૦ના સપ્ટેમ્બર માસના અંતિત નાણાંકિય અને ભૌતિક પ્રગતિ વિશે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને ખેડૂતો, નિરાધારો સહિત છેવાડાના તમામ લોકો સુધી સરકારશ્રી લોક કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટેના જરૂરી નિશાનિર્દેશો આપ્યા હતા. તેમજ સરકારના તમામ વિભાગના અધિકારીઓને પ્રગતિ અહેવાલ રજૂ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી.
રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓએ યોજનાકિય વર્ષ ૨૦૧૯-૨૦ના સપ્ટેમ્બર માસ સુધીમાં કરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ અન્વયે દિશા કમિટીના સભ્ય સચિવ શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં ભૂમિગત જળસ્તર રાજ્યના અન્ય જિલ્લાના સરખામણીમાં ઘણાં સારા છે તેમ છતાં વડોદરા જિલ્લામાં ટપક સિંચાઈના માધ્યમથી ખેતી કરવાનો ઘણો અવકાશ રહેલો છે. જેથી મહત્તમ પાણીનો બચાવ પણ કરી શકાય. સાથે જ તેમણે ખેડૂતો જીજીઆરસીના માધ્યમથી ટપક સિંચાઈનો વધુ લાભ લેતા થાય તે માટે પ્રયાસો હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી હતી.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે વિવિધ યોજનાઓની સમીક્ષા કરતા કહ્યુ કે, પ્રજાલક્ષી વિવિધ યોજનાઓનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવામાં આવે જેથી લોકો સરકારશ્રીની લોક કલ્યાણકારી યોજનાઓને લાભ મહત્તમ મેળવી શકે. તેમજ તેમણે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું અસરકારક આયોજન ઘડી કાઢવા અને આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર પ્રોજક્ટને ત્વરાએ શરૂ કરવા તેમજ અમલવારીમાં આવતા વિક્ષપોને દૂર કરવા અન્ય વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા. સાવલીના રાજુપુરાના ખેડૂતોને સમયસર પાણી મળવાની રહેલી તકલીફોને દૂર કરી કેનાલ દૂરસ્ત કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ તેમણે ખાસ સરકારશ્રીની તમામ યોજના અને પ્રોજેક્ટનો સમયમર્યાદામાં અને નિયત ધારાધોરણ મુજબ પૂર્ણ કરવા ખાસ તકેદારી લેવા સૂચના આપી હતી.
આ બેઠકમાં છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય સર્વ શ્રી અક્ષય પટેલ, જસંવત પઢિયાર, શ્રીમતી સીમાબેન મોહિલે, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી ચૌધરી, સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )