રાજપીપળાનાની બેડવાણ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બામ્બૂ  ફર્નિચર ટ્રેડિંગ કેમ્પનો પ્રારંભ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ગ્રામજનો માટે નવતર પ્રયોગ : ખાસ છત્તીસગઢ થી ટ્રેન બોલાવીને વાસ માંથી કલાત્મક ચીજવસ્તુઓ બનાવતા શીખવી રોજગારી આપવાનો પ્રયાસ : ગામના યુવાનો પ્રેરણા મળે તે માટે સરપંચ પોતે પણ ફર્નિચર બનાવવાની તાલીમ માં જોડાયા : આગામી સપ્તાહમાં ગામની મહિલાઓ માટે અગરબત્તી બનાવવાની તાલીમ અપાસે.

નાની બેડવાણ ગામ નર્મદા જિલ્લાનું છેવાડાનું ગામ છે, હાલમાં નાની બેડવાણ ગામે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા શરૂ થયેલ કામો ફર્નિચરની તાલીમ શરૂ કરવામાં આવી છે તે માટે ખાસ છત્તીસગઢ થી ટ્રેન બોલાવ્યા છે. ગામના તેમજ આસપાસના ગામડાના લોકો આ કળા શીખી પગ પર થાય તે માટે સરપંચે આ પ્રોજેક્ટ લાવી ગામના લોકો ને રોજગારી મળે તેવા પ્રયાસ કરતાં ગામ લોકોએ આવકાર્યો હતો, અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો જોડાયા હતા. જેમાં શરૂઆતમાં મોટા વાસના એકસરખા ટૂકડા કરી તેને છોલીને ઘસીને તેમાંથી કલાત્મક ચીજ વસ્તુઓ બનાવવાની તાલીમ અપાઇ હતી.
ગામના દરેક નાગરિક સ્વનિર્ભર બને અને લોકોને પ્રેરણા મળે તે એ માટે સ્વયં સરપંચ પ્રદિમન વસાવા પોતે પણ ફર્નિચર બનાવવાની તાલીમ લઇ રહ્યા છે, પોતે આચરન કરી બીજા માટે માર્ગદર્શન બનવા માટેનો ઉત્તમ ઉદાહરણ નાની બેડવાણ સરપંચ પ્રદીમન વસાવા દ્વારા પૂરું પાડ્યું છે,જ્યાં સુધી લોકો આત્મનિર્ભર નહીં બને ત્યાં સુધી દેશનો વિકાસ કઇ રીતે શક્ય છે કારણ કે દેશ એ દરેક ગામડાઓ શહેર તાલુકા જિલ્લા રાજ્ય નો સમૂહ છે ગામડાઓ સ્વનિર્ભર બનશે તો જ દેશ સ્વનિર્ભર બંધ.
આ સાથે સાથે સરપંચ પ્રદ્યુમન બતાવવા અને ગામના અગ્રણી ધર્મ ખત્રીની મદદથી અગરબત્તી બનાવવાની તાલીમ પણ મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે આગામી બુધવારથી શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવી ગામની મહિલાઓ પણ આવી તાલીમથી પગભર બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
આ તાલીમમાં અગરબત્તી બનાવવા માટે ના પેડલ મશીન પણ 20 જેટલી મહિલાઓને મફતમાં આપવામાં આવનાર છે, સાથે સાથે 10 કિલો અગરબત્તી બને એટલું મટેરિયલ સરપંચના પ્રયાસોથી નાની બેડવાણ ની મહિલાઓને મફતમાં આપવામાં આવશે, મહિલાઓ દર શુક્રવારે નાની બેડવાણ હાટ બજારમાં અગરબત્તી વેચી ને સ્વ-નિર્ભર બની શકશે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )