નર્મદામાં લીઝ ફાળવણી માટે સિસોદરા ગામ પંચાયત દ્વારા કોઈ ઠરાવ કરાયો જ નથી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
સિસોદરા ગામ એ રેતીના લીઝ ના મામલે નવો વળાંક. : તલાટી એ ખોટી ખોટી રજૂઆતો કરી કોરા કાગળ પર અમારી સહીઓ કરાવી અમારી સહી નો દુરુપયોગ કર્યો છે, સિસોદ્રા ગ્રામજનોએ ધડાકો કર્યો. : તલાટીએ ખોટી રજૂઆત કરી કોરા કાગળ પર અમારી સહીઓ કરાવી અમારી સહીઓ નો દુરુપયોગ કર્યો છે : ઠરાવમાં બોગસ સહીઓ કરીને ગ્રામજનો સાથે છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી લેખિત રજૂઆત ખાણ ખનીજની વિભાગને કરતા ચકચાર.: સિસોદ્રા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પુત્ર ખાન ખનીજ વિભાગ ને લેખિતમાં માફી પત્ર આપી ગ્રામજનોની સહીઓ લીધી હોવાની કબુલાત કરી માફી માંગતા ભાંડો ફૂટ્યો.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદરા ગામ નર્મદા નદીના પટમાંથી રેતીની લીઝ મંજુર થતા તેનો વિરોધ ગ્રામજનો છેલ્લા આઠ માસથી કરી રહ્યા છે. ગામમાં બે વાર આંદોલન કરતાં પોલીસ આવી હતી અને પાછી ફરી હતી થોડા દિવસ અગાઉ ફરીથી લીઝ ધારક દ્વારા પોલીસ તંત્રની મદદ માંગી લેતી કાઢવાનો પ્રયાસની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ બાબતે ગ્રામજનોએ આક્રમક વિરોધ કર્યો હતો લગભગ આઠ માસથી ગામ લોકોએ આ લીઝ નો વિરોધ કરી રહ્યા છે.
જેમાં રેતી ની લીઝ મુદ્દે હવે નવા ફણગો ફૂટયો છે, જેમાં ગ્રામ પંચાયતે કરેલ તળાવો ઠરાવમાં ગ્રામજનોને કોરા કાગળ પર ખોટી સહીઓ લીધી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક વખતથી સિસોદરા ગામ માલી જ મુદ્દે ગ્રામ પંચાયતમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ઠરાવ અંગે હાલ ચોંકાવનારી હકીકત બહાર આવવા પામી છે. જેમાં ઠરાવમાં ખોટી સહીઓ કરી હોવાનું ગ્રામજનોએ જણાવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઠરાવ બોગસ સહીઓ કરીને ગ્રામજનો સાથે છેતરપિંડી કરી હોવાની વિગત લેખિતમાં ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે સિસોદરા ગામ ના યોગેશ મોહન પટેલ અને બુધા દુરવા વસાવા એફિડેવિટ સાથે ખાણ ખનીજ વિભાગ ને એક સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં જણાવ્યું છે, કે ગ્રામ પંચાયતમાં આવો કોઈ ઠરાવ થયો જ નથી તલાટીએ ખોટી ખોટી રજૂઆત કરી કોરા કાગળ પર અમારી સહીઓ કરાવી અમારી સહીઓ નો દુરુપયોગ કર્યો છે આ લીઝ વિશે અમને જાણ થતા અમે ગત 7 /6 /2017 અને 7/ 6 /2019 ની ગ્રામ પંચાયત સભામાં લીઝ નો વિરોધ કરતો ઠરાવ કર્યો હતો એને ત્યાં એ નથી અમને આ લીઝનો પૂરો વિરોધ છે.
તો બીજી તરફ સિસોદરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શકુંતલાબેન પટેલના પુત્ર મનીષ પટેલે ખાણ ખનીજ વિભાગ ને લેખિતમાં એક માફીપત્ર મોકલ્યું હતું તે મુજબ ગત 28 /1/ 2019 ના રોજ હરેશભાઈ જેમલભાઈ ઓડની સિસોદરા ગામ લીઝ મંજૂર થઈ છે એમને મને ગામના વિકાસમાં સહભાગી થઇશ એવી વાત કરી હતી, જેથી લલચાઈને ગ્રામજનોની સહી કરાવી હતી, જેમાં કેટલીક સહીઓ ખોટી હતી એ સહીઓ મેં કોરા કાગળ પર આવેલ છે. જેથી હું માફી ચાહું છું હવે આ પ્રકરણમાં વધુ તોફાની બને તેવી સંભાવના છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )