ગંધારા સુગરના ખેડૂતોના 23 કરોડની બાકી પડતી રકમ ન મળતાં ખેડૂતો ગંધારા સુગર નજીક પ્રતિક ઉપવાસ રૂપી આંદોલન કર્યું છતા નિરાકરણ ન આવતા હવે ખેડૂતો આત્મવિલોપન કરશે !

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

તણાવમાં આવી ગયેલા કંબોલા ના ગામના ખેડૂત આશિષ ભટ્ટે ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, વડોદરા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ પાસે આત્મવિલોપનની મંજુરી ની લેખિતમાં માંગ કરતા ચકચાર : આગામી 26 /12/ 2019 ના રોજ સવારે 11 કલાકે સરકાર મને કરજણ મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપન કરશે ! ગંધારા સુગરના ખેડૂતોનો રાજ્યપાલ અને મુખ્યપ્રધાનને પત્ર : મારો પરિવાર આર્થિક ભીંસમાં છે આત્મવિલોપનની મંજૂરી આપો આશિષ ભટ્ટ

ગંધારા સુગરના ખેડૂતોના 23 કરોડની બાકી પડતી રકમ ન મળતાં ખેડૂતો ગંધારા સુગર નજીક પ્રતિક ઉપવાસ રૂપી આંદોલન કર્યું છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે ખેડૂત આત્મવિલોપન ન કરવા તૈયાર થતા ખળભળાટ મચી ગયો છે.
વડોદરા જિલ્લાની જીવાદોરી સમાન ગંધારા સુગર મીલ માંડી પડતા એનો વહીવટ સરકારે નર્મદા ધારીખેડા સુગર ને સોંપ્યો અને નર્મદા સુગર ગંધારા સુગરના કસ્ટોડિયન તરીકે કાર્યભાર સંભાળી લીધો હતો, પણ ખેડૂતોના 23 કરોડની બાકી પડતી રકમ ન મળતા ખેડુતોએ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ગંધારા સુગર નજીક પ્રતિક ઉપવાસ પણ ચાલુ કર્યા હતા, તે છતાં પણ કોઈના પેટનું પાણી ન હતા ખેડૂત હવે મૂંઝાયા છે માટે ભાગના ખેડૂતો આર્થિક ભીંસમાં મુકાયા હતા તેઓ ચિંતાતુર બન્યા છે. કોઈક ને પોતાના બાળકોને અભ્યાસ નો પ્રશ્ન છે તો કોક ને પોતાના પરિવારની ચિંતા છે આ તમામ ની વચ્ચે એક ખેડૂત તો તણાવમાં આવી જઈ ગુજરાત ના રાજ્યપાલ, મુખ્યમંત્રી, વડોદરા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ પાસે આત્મવિલોપનની મંજુરીની માંગ કરી દીધી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા ગામ ના ખેડૂત આશિષ દિલીપ ભટ્ટ ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી ને જણાવ્યું છે કે અમારા ખેતર માંથી ગત વર્ષે ઉત્પાદન થયેલી શેરડીના પાકને ગંધારા સુગર ખાતે મોકલી હતી, મારા જેવા હજારો ખેડૂતોને પેમેન્ટ અત્યાર સુધી નથી મળ્યો ઉપરાંત ચાલુ વર્ષે કુદરતી આફતને કારણે ખેતીમાં ખોટ થયેલ છે. ગંધારા સુગર માંથી શેરડીનું લાખો રૂપિયાનું પેમેન્ટ મળવાને કારણે મારો આખો પરિવાર ભયંકર તાવમાં અને આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે. હું હવે ધીરજ ગુમાવી બેઠો છું. અમે આ મામલે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યું તે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી કોઈ અમને આશ્વાસન આપવા પણ નથી આવ્યું. ગંધારા સુગર માં ફસાયેલો રૂપિયા જો ખેડૂતલક્ષી સરકાર અમને આપવામાં સક્ષમ ન હોય તો અમને ન્યાય ન આપી શકે એમ હોય તો આગામી 26 /12 /2019 ના રોજ સવારે 11 કલાકે સરકારે મને કરજણ મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની મંજૂરી માંગતા ચકચાર મચી જવા પામી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )