હિન્દી ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ થી શિવરામ પરમારે કોમ્પોઝ  કરેલ રંગ રસિયા ગીત માટે ફિલ્મ જગતની ખ્યાતનામ હસ્તી ઓની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હિન્દી ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ થી મ્યુઝીક ડાયરેક્ટર તરીકે બોલિવૂડમાં જગતમાં પદાપર્ણ કરનાર રાજપીપલાના શિવરામ પરમારને બોલીવુડ લીજેન્ડ આવડતી સન્માન્યા : પદ્મશ્રી ડો સોમા ઘોષના હસ્તે એવોર્ડ એનાયત કરાયો : બોલીવુડ જગતમાં રોશન કરતા સંગીતકાર શિવરામ પરમારે રાજપીપળા નું નામ રોશન કર્યું.

ગત વરતેજ હિન્દી ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ રિલીઝ થઈ હતી, જેમાં આ ફિલ્મમાં મ્યૂઝિક ડાયરેક્ટર તરીકે સંગીત પીરસનાર રાજપીપળાના બોલીવુડ જગતમાં પદાપણ કર્યું હતું. આ ફિલ્મનું જાણીતું બનેલું ગીત રંગ રસિયા ગીત મ્યુઝિક તૈયાર કર્યું છે, એ ગીત માટે રાજપીપળાના શિવરામ પરમારને બોલીવુડ ડીજે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મુંબઈ ખાતે એક એવોર્ડ સમારંભમાં ફિલ્મ જગતની ખ્યાતનામ હસ્તી ઓની ઉપસ્થિતિમાં પદ્મશ્રી ડો. સોમા ઘોષ ના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. આ ગીત જાવેદ અલી અને પલક મુછળે ગાયું છે ખૂબ સંઘર્ષ કરીને શિવરામ પરમારે મ્યુઝિકલ માં ડિગ્રી લઈને પોતાનું નસીબ અજમાવવા મુંબઈમાં વાટ પકડી હતી અને જાહેર કાર્યક્રમોમાં ગીતો ગાવા ઉપરાંત મ્યૂઝિક આપવાનું કામ કરતાં શિવરામ પરમારે પહેલી જ હિન્દી ફિલ્મ ટર્નિંગ પોઇન્ટ માં પાંચ જેટલા ગીતો નું સંગીત કોમ્પોઝ કરવાની તક મળી હતી અને હિન્દી ફિલ્મ જગતના મ્યુઝીક ડાયરેક્ટર તરીકે બોલિવૂડમાં નામ રોશન કર્યું છે.હવે આ જ ફિલ્મમાં ફિલ્મના એક ગીતના કમ્પોઝિશન માટે મળતા શિવરામ પરમારની સંગીતની દુનિયા ની યશકલગીમાં વધુ એક પીક ઉમેરાતા શિવરામ પરમારને રાજપીપળા નું ગૌરવ વધારવા બદલ અભિનંદન થઈ હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )