કમોસમી માવઠાથી જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતોની સ્થિતિ ડગમગી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લામાં ટામેટા પકવતા ખેડૂતોની સ્થિતિ કમોસમી માવઠાથી દયનિય બની છે બજારમાં ગ્રાહકને વેચવામાં આવતા ૧૦ થી ૧૫ રૂપિયે પ્રતિકિલો મળતા ટામેટા ખેડૂતો પાસેથી વેપારીઓ ૩ રૂપિયા પ્રતિકિલો ખરીદી રહ્યા છે ખેડૂતોને તોડવાની મજૂરી ૨૦૦ પ્રતિ દિવસ,બોક્સના ૩૦ રૂપિયા,ટ્રાન્સપોર્ટેશન ૪૫ રૂપિયા પ્રતિ બોક્ષ,દલાલી,તોલાઈ મળીને ખેડૂતોને ઘરના રૂપિયા જોડવાનો વારો આવ્યો છે નાના આકારના સારા ટામેટા વેપારીઓ ન ખરીદતા આખરે તેને ફેંકવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં સરકાર ઘ્વારા ટામેટાંમાંથી સોસ બનાવતી કંપની પણ ન હોવાથી ખેડૂતો ટામેટાના ભાવને લઈને ચિંતિત બન્યા છે ટામેટા પકવતો ખેડૂત પોતાની સ્થિતિ વર્ણવતો જણાવી રહ્યો છે કે જૂન મહિનામાં મોંઘાદાટ બિયારણ લઈને અમો ધરૂવાડિયું તૈયાર કરીએ છીએ ઑગસ્ટ મહિનામાં ખેતરને ખેડી પાળા બનાવી ધરુનું વાવેતર કરીને પિયત,ખાતર,દવા,દોરી બાંધવી,તાર ખેંચવા,લાકડાના ટેકા ઉભા કરવા જેટલી તનતોડ મહેનત કરી સારા ભાવની આશા રાખવા છતાં કુદરતનો માર વેઠીએ છે પણ અમારા મહામુલા પાકનું અમોને યોગ્ય વળતર ન મળતા અમારી સ્થિતિ ડગમગી ગઈ છે કરીએ તો કઈ ખેતી કરીએ? ખેડૂતોના મહેનતનું ફળ હાલમાં તો ભેંસો,ગાય જેવા પ્રાણીઓ ખાઈ રહ્યા છે અને ખેડૂત માવઠાના મારથી પોતાની સ્થિતિ બચાવવા ધમપછાડા કરી રહ્યો છે ખેડૂતોની વહારે સરકાર આવે તેવી આશ લઈને જગતનો તાત બેઠો છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )