તા.૨૨મી, ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર ખાતે મેગા લિગલ સર્વિસીસ કેમ્પ યોજાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આગામી તા. ૨૨/૧૨/૨૦૧૯ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે છોટાઉદેપુર ખાતે આવેલ એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને અન્ય ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં મેગા લિગલ સર્વિસીસ કેમ્પ યોજવામાં આવનાર છે. આ લિગલ સર્વિસીસ કેમ્પ દરમિયાન જિલ્લાના ૫૫૧૯ લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત યોજનાકીય સહાય વિતરણ પણ કરવામાં આવશે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર, તમામ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે આ મેગા લિગલ સર્વિસ કેમ્પ યોજાશે. આ મેગા લિગલ સર્વિસ કેમ્પ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા અમલી લોકકલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવશે.
કેમ્પ દરમિયાન વહાલી દિકરી યોજનાના ૧૫, એન.એફ.એસ.એ કાર્ડના ૫૦૦, પ્રધાનમંત્રી આવાસ યોજના (નગરપાલિકા) ૩૨૬, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૦૦, મનરેગા યોજનાના ૫૦, દિવ્યાંગ સાધન સહાય યોજનાના ૪૮, દિવ્યાંગ ઓળખકાર્ડના ૧૫, સરસ્વતી સાધના યોજનાના ૧૦૩, માનવગરીમા યોજના ટૂલકીટ યોજનાના ૨૪, વિધવા/ત્યકતા/જનરલ આદિવાસી મહિલા બકરા એકમ સહાય યોજનાના ૧૦, મા વાત્સલ્ય કાર્ડ યોજના ૨૦૦૦, માનવ કલ્યાણ યોજનાના ૩૧૧, ટ્રેકટર, રોટાવેટર, કલ્ટીવેટર, પંપસેટ, પ્લાઉ, ઓટોમેટિક સીડડ્રીલ વગેરે સાધન સહાય યોજનાના ૧૦૯૬, નિરાધાર વિધવા સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના અને રાષ્ટ્રીય કુંટુંબ સહાય યોજનાના તમામ તાલુકાઓના ૬૬૦, માનવ ગરીમા યોજનાના (વિકસતિ જાતિ) ૧૨૬, માનવ ગરીમા યોજના (આદિજાતિ વિકાસ)ના ૧૨૫, કુંવરબાઇનું મામેરૂં યોજનાના ૧૦ લાભાર્થીઓ મળી કુલ ૫૫૧૯ લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવશે.
આ સિવાય કેમ્પમાં ઉપસ્થિત રહેનાર અને લાભ મળી શકતા હોય તેવા જરૂરિયાતમંદ લાભાર્થીઓ/વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને તેઓ પણ મેગા સર્વિસ કેમ્પનો લાભ લઇ શકશે.
ન્યાય મેળવવો દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. દરેક નાગરિક મફત કાનૂની સલાહ અને સહાય મેળવી શકે એ માટે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તમામ તાલુકા સેવા સત્તા મંડળ કાર્યરત છે. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોમાં કાયદાકીય જાગૃતિ આવે એ માટે યોજાનારા આ કેમ્પ દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો અને નશાબંધી કાયદાની જાગૃતિ અંગે લઘુનાટિકા પણ રજૂ કરવામાં આવશે એમ છોટાઉદેપુર જિલ્લાના પ્રન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વાચ્છાણી તરફથી જણાવાયું છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )