બહાદરપુર હાઈસ્કૂલ માં ગીતા જ્યંતી ની ધામધૂમ પૂર્વક થયેલી ઉજવણી : હિન્દૂ, મુસ્લિમ બાળકોએ ભાગ લીધો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલી શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ગીતા જ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં 60 થી વધું ગૃપો માં બાળકો દ્વારા શ્લોક ગાન કરાયું હતું.આ કાર્યક્રમમાં બાળકો દ્વારા શ્લોકોની સાથે સાથે કૃષ્ણ ભગવાન ની બાળપણ ની વાતો,વકૃતવ સ્પર્ધા,સમૂહ શ્લોક ગાન,કવિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને પ્રત્સાહન ઇનામો આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક દિલીપભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યા હતા.મુસ્લિમ બાળકો દ્વારા પણ ગીતાજીના શ્લોકો તથા વકૃતવ સ્પર્ધા માં ભાગ લઈ ને શાળાના બાળકોને ,શિક્ષકોને તથા બહારથી આવેલા મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

શાળા માં યોજાયેલા આ કાર્યક્રમ માં શાળાના ભૂતપૂર્વ શિક્ષકો,ઉંચાપણ હાઈસ્કૂલ ના આચાર્ય જે.જી.સુતરિયા,શાળાના આચાર્ય શૈલેષભાઇ શાહ,પ્રાથમિક વિભાગના આચાર્ય હંસરાજભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના શિક્ષક સ્વપ્નેશભાઈ મહંત કર્યું હતું જ્યારે આ શાળાના શિક્ષક સંદીપભાઈ પંચોલી એ બાળકોને પ્રોત્સાહિત કરીને ભાગ લેવડાવીને સફળ બનાવ્યો હતો.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )