છોટાઉદેપુર જિલ્લામાં એઇમ્સ હોસ્પિટલ અને કેન્દ્રીય વિદ્યાલય સ્થાપવા સાંસદ ગીતાબેનની મંત્રીઓને કરી રજૂઆત

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજના લોકોને આરોગ્ય બાબતે વધુ સારી સગવડ મળે અને કેન્દ્રીય વિદ્યાલયોમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુસર છોટાઉદેપુર લોકસભાના સાંસદશ્રીમતી ગીતાબેન રાઠવાએ હાલમાં ચાલતા શિયાળુ સત્રમાં લેખિતમાં રજૂઆત કેન્દ્રીય શિક્ષણમંત્રી અને આરોગ્યમંત્રીને રજૂઆત કરી હતી
છોટાઉદરપુર લોકસભા સાંસદ ગીતાબેને નિયમ ૩૭૭ ને આધીન શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું કે દેશ આઝાદ થયા બાદ છેલ્લા ૭૦ વર્ષોથી શાસન કરતી કોંગ્રેસ સરકારે અને યુ .પી.એ.ના શાસનમાં મારા સંસદીય વિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલય જેવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા ન હોવાના કારણે અહીંના સ્થાનિક આદિવાસી વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો નથી સંસદીય વિસ્તારની વસ્તી ૩૦ લાખ જેટલી હોવા છતાં અમારા વિસ્તારના વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયનો લાભ ન આપી પાછલી સરકારોએ ખુબ જ અન્યાય કર્યો છે મારા વિસ્તારના વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલય જે હાલ વડોદરા ખાતે આવેલ છે તે મારા સંસદીય વિસ્તારથી ૧૨૫ કી.મી દૂર આવેલ છે જેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે મારા સંસદીય વિસ્તાર છોટાઉદેપુર કે રાજપીપળામાં કેન્દ્રીય વિદ્યાલય ફાળવવામાં આવે તેવી મારી ભલામણ છે તેવી રજુઆત સાંસદે કરી હતી
સાંસદ ગીતાબેન રાઠવા ઘ્વારા કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધનને રજુઆત કરતા જણાવ્યું કે મારા સંસદીય વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને વધુ સારી સારવાર મળે તેવી ઉત્તમ હોસ્પિટલ નથી જેના કારણે અમારા આદિવાસી સમાજના લોકોને ઈલાજ કરાવવા વડોદરા સુધી લાબું અંતર કાપવું પડે છે અને બીજી અનેક તકલીફોનો સામનો કરવો પડે છે મારા સંસદીય વિસ્તારથી અડીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર આવેલી હોવાથી ત્યાંના સ્થાનિકો ઉપચાર અર્થે અહીંથી જ વડોદરા સુધી જાય છે મારા સંસદીય વિસ્તારને પાછલી સરકારોએ આરોગ્યલક્ષી બાબતોમાં પણ ભેદભાવ રાખેલ છે જેના કારણે મારા સંસદીય વિસ્તારમાં સારી વધુ ઉપચાર થાય તેવી હોસ્પિટલનો અભાવ છે મારા વિસ્તારમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા ફાળવવામાં આવે તો ઉપચાર માટેની તકલીફો દૂર થાય તેમ છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને પણ આ એઇમ્સથી લાભ થાય તેમ છે સાંસદ ગીતાબેન રાઠવાએ કેન્દ્રીય આરોગ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઇ આરોગ્ય બાબતે ચર્ચા કરી લેખિત રજૂઆત આપી હતી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )