છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાએ જળશક્તિ મંત્રીની મુલાકાત કરી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર લોકસભાના મહિલા સાંસદશ્રી ગીતાબેન રાઠવાજી ઘ્વારા લોકસભાના શિયાળુ સત્રમાં હેરાન,રામી ,કરા, ઓરસંગ સહીત નદીઓનું જળ સ્તર ખુબ નીચું ગયું હોવાથી આ વિસ્તારના કિસાન ભાઈઓના કુવા,બોરમાં ૬૦ વર્ષથી વધુનો સમય વીતવા છતાં સ્થાનિક કોઈ ધારાસભ્ય કે પૂર્વ સાંસદશ્રીઓએ નક્કર રજુઆત ન કરતા આ વિસ્તારને સિંચાઇની કોઈ યોજના આજદિન સુધી મળી ન હતી રાજવાસના ડેમ ઈ.સ.૧૯૫૯ માં મુંબઈ સ્ટેટ હતું તે સમયે બનાવવામાં આવ્યો જે આજે નિર્થક સાબિત થયો છે સાંસદ ગીતાબેન રાઠવા જ્યારથી આ સંસદીય વિસ્તારના પ્રતિનિધિ બન્યા છે ત્યારથી જ તેઓ એક પણ દિવસ સમયના વેડફાટ વિના આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી લોકહિતના કાર્યો લોકસભામાં ઉઠાવી રહ્યા છે સાંસદ ગીતાબેન રાઠવાએ આજે દિલ્હી ખાતે રાષ્ટ્રીય જળશક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી સાથે મુલાકાત કરી છોટાઉદેપુર સંસદીય વિસ્તારમાં ૨૧ આડબંધોનાં નવા નિર્માણ અંગે અને અંગ્રેજોના સમયમાં બનેલ રાજવાસણા ડેમના જીર્ણોદ્ધાર માટે ચર્ચા કરી મંત્રીશ્રીને લેખિતમાં રજુઆત કરી હતી જળશક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ સાંસદ ગીતાબેનને કરેલ લેખિત રજૂઆત અંગે હકારાત્મક જવાબ આપ્યો હતો સંસદીય વિસ્તારના વિવિધ પ્રશ્નોની વિવિધ મંત્રાલયમાં જઈને સાંસદ ગીતાબેન રાઠવાએ રજૂઆત કરી છે તેમ સૂત્રોના માધ્યમથી જાણવા મળેલ છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )