છોટાઉદેપુર જિલ્લામાં એમજીવીસીએલના અધિકારીઓ-હેલ્પરોથી ખેડૂતો ત્રાહિમામ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના દક્ષિણ વિસ્તારના ૫૦ થી વધુ ગામોના ખેડૂતો એમજીવીસીએલના અધિકારીઓ-હેલ્પરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ખેડૂતો હેલ્પરોને ફોન કરે છે અધિકારીને ફોન કરો કહીને ખો આપી રહ્યા છે ચલામલીના ખેડૂત વિજયભાઈ પટેલ સહિત આ વિસ્તારના ખેડૂતો હેલ્પરોને એગ્રિકલચર લાઈનોમાં ફોલ્ટ બાબતે ફોન કરે છે ત્યારે મોટા ભાગના ખેડૂતોના કહેવા મુજબ તેઓ ફોન ઉપાડતા જ નથી જેના કારણે કુદરતી આફતોથી ઘેરાયેલો ખેડૂત ઉપલા અધિકારીને ફોન કરીને કમ્પલેન નોંધાવે છે તો પણ બબ્બે દિવસ વીતવા છતાં કંપ્લેનોનું નિરાકરણ આવતું નથી અને ખેડૂતોને પાકમાં મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ રાત્રિ સભામાં પણ આ પ્રશ્નની રજૂઆત ખેડૂતોએ કરી હતી જેમાં ઉપસ્થિત અધિકારી હિતેષભાઇ પીઠવાએ નિરાકરણ માટે બાંહેધરી આપી હતી ચોમાસા દરમિયાન ખેડૂતોને કુદરતી આફતોરૂપે પાણી ખેતરોમાં ઘુસ્યા હતા ત્યારબાદ કમોસમી વરસાદ,પાકોમાં ફુગજન્ય રોગ,ઈયળોનો ઉપદ્રવ જેવા પરિબળોથી ખેડૂતની સ્થિતિ ડગમગી ગઈ છે ખેતરમાં નવું રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે એમજીવીસીએલની અેગ્રિકલચર લાઈનોએ ખેડૂતોને હેરાન પરેશાન કરી નાખ્યા છે ખેડૂતોના પાકથી ૭ થી ૮ ફૂટ ના અંતરે જ જીવંત વાયરો હવામાં ઝૂલી રહ્યા છે બાગાયત પાકની ખેતી કરતા વિજયભાઈ પટેલે હાલમાં અથવાલી ફીડરની ખેતીની લાઈટ રાત્રે મળે છે તેમના ખેતરમાં લાઇટનો થાંભલો એક છેડે છે જયારે બીજો બીજા છેડે છે વચ્ચે નાખવામાં આવેલા જીવંત વાયરોથી કેળના પાન હવાના કારણે ઝૂલતા ખેતરમાં મોટા ધડાકા થાય છે જેની કમ્પ્લેન નોંધાવેલ છે આજે ત્રણ દિવસ વીતવા છતાં કોઈ હેલ્પર આવીને લાઈન રિપેરીંગ ન કરતા ખેડૂતનું મોટર અને સ્ટાર્ટર બંને બળી ગયું છે આ ખેડૂતને એમજીવીસીએલની બેદરકારીને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સાથે સાથે હાલમાં કેળમાં પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં ખેડૂતના માથે સંકટ આવી પડ્યું છે હવે આ નુકસાની કોણ ચુકવશે ? તે એક ગંભીર સવાલ ઉભો થયો છે એમજીવીસીએલના ઉપરી અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓ પ્રશ્નનું નિરાકરણ નથી આપતા આપે છે તો માત્ર આશ્વાસન….! જેને કારણે ખેડૂતોમાં અધિકારીઓ અને હેલ્પરોને લઈને ભારે રોષ ફેલાયો છે…

જોઇએ આ એમજીવીસીએલ નું તંત્ર ખેડૂતો ની વાહરે થાય છે કે પછી…?
પરેશ ભાવસાર
બોડેલી
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )