ગુજરાતી કંપનીને ઉદ્ધવ ઠાકરે આપ્યો 321 કરોડનો ઝાટકો, કરાર કરી દીધો રદ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મહારાષ્ટ્રમાં સુકાન સંભાળતાની સાથે જ ઠાકરે સરકારે સૌથી પહેલા ગુજરાતના અમદાવાદ સ્થિત એક ઇવેન્ટ કંપની લલ્લુજી એન્ડ સન્સ સાથેનો રૂ.321 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. આ કંપની દેશ-વિદેશમાં ઘોડાઓના મેળાનું આયોજન કરવા માટે જાણીતી છે. આ કંપની હાલ કથિત નાણાંકીય અનિયમિતતાઓના આરોપસર સ્કેનર હેઠળ છે. ત્રણ વર્ષ પૂર્વે આ ઘોડા મેળાના આયોજન સંબંધે તત્કાલિન ફડણવીસ સરકારના શાસનકાળમાં એક 321 કરોડ રૂપિયાની એક ડીલ થઇ હતી. આ ડીલ સામે તે સમયે પણ ઘણો વિવાદ થયો હતો.

300 વર્ષથી યોજાય છે ઘોડાઓનો મેળો

મહારાષ્ટ્રમાં દર વર્ષે ડિસેમ્બરમાં ઘોડાનો મેળો યોજાય છે અને જેનો સંબંધ છત્રપતિ શિવાજી સાથે છે અને આ મેળો 300 વર્ષથી યોજાય છે. ગત 26મી ડિસેમ્બર 2017ના રોજ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમટીડીસી) એ અમદાવાદની લલ્લુજી એન્ડ સન્સ સાથે એક ટર્નકી બેઝિસ ઉપર નંદુરબારમાં સારંગખેડા ચેતક ફેસ્ટિવલના આયોજન, ડિઝાઇન, કામગીરી, સંચાલન માટે કરાર કરવામાં આવ્યો હતો. આ કંપનીએ અગાઉ કુંભ મેળા અને રણોત્સવના આયોજનની પણ કામગીરી સંભાળી છે.

સરકારી મંજૂર વિના પાસ થયા હતા કરાર

જો કે તાજેતરમાં જ હવે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનવાળી ઠાકરે સરકારની રચના થઇ છે અને શપથ વિધિના દિવસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ રાજ્યના પ્રવાસન વિભાગના મુખ્ય સચિવ અજય મહેતાને લલ્લુજી એન્ડ સન સાથેનો કરાર તાત્કાલિક રદ કરવા આદેશ આપ્યો હતો. અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ પ્રવાસન સચિવ એસ. લામ્ભતે જણાવ્યું કે, આ જે કરાર કરાયા હતા તે સરકારી મંજૂરી વગર જ પસાર કરવામાં આવ્યા હતા. આમ તો કેન્દ્રના માપદંડો સાથે પણ સુસંગત નથી એવામાં આ કરારમાં ગંભીર નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી છે.

કાર્યક્રમ પાછળ ખર્ચાવાના હતા 321 કરોડ રૂપિયા

આ કરારની ખાસ બાબતો વર્ષ 2017-18થી 2026-27 દરમિયાન આ કાર્યક્રમ પાછળ રૂ.321 કરોડ ખર્ચવાના હતા. તે ઉપરાંત MTDCએ ઇવેન્ટ કંપનીને આ 10 વર્ષના કરારમાં વાયેબિલિટી ગેપ ફંડ (VGF) તરીકે 75.45 કરોડ રૂપિયાની પણ પ્રતિબદ્ધતા આપી હતી. મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમે વાયેબિલિટી ગેપ ફંડની માટે જે પ્રતિબદ્ધતા દર્શાવી હતી તેને અગાઉથી મંજૂરી આપવામાં આવી ન હતી. MTDCએ કરાર કર્યા બાદ નાણાં વિભાગને એક ફાઇલ મોકલી હતી, જેમાં વાયેબિલિટી ગેપ ફંડ વાળી રકમ અંગે મંજૂરી માંગી હતી

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )