LICને ખતમ કરીને સરકાર વિદેશી કંપનીઓ માટે માર્ગ મોકળો કરવા માગે છે….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

1991-2019 દરમ્યાન અમેરિકામાં 77 અને યુકેમાં 33 વીમા કંપનીઓએ દેવાળું ફૂંક્યું. એટલે….

All India Insurance Employees Association દ્વારા આણંદ ખાતે વાર્ષિક અધિવેશન યોજાયું હતું જેમાં અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહે કેટલાક મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે જેમાં સૌથી મહત્વની વાત એ કરી હતી કે કેન્દ્ર સરકાર વિદેશી કંપનીઓ માટે એલ.આઇ.સી ને ખતમ કરી દેવા માંગે છે.
તેઓએ કહ્યું કે LICને ખતમ કરવાનું કાવતરું ચાલે છે. તેનો શક્ય તેટલો વિરોધ થવો જોઈએ. જો બેંકોને સરકાર મૂડીકરણ માટે નાણાં આપી શકે તો વીમા કંપનીઓને કેમ નહિ?

વીમા ક્ષેત્રે વિદેશી કંપનીઓ આવે તો કયો મોટો ફાયદો થવાનો છે? ૧૯૯૧-૨૦૧૯ દરમ્યાન અમેરિકામાં ૭૭ અને યુકેમાં ૩૩ વીમા કંપનીઓએ દેવાળું ફૂંક્યું. એટલે વિદેશી વીમા કંપનીઓ સરસ કામ કરે છે એમ માનવું એ ભ્રમ છે.

પ્રીમિયમ-જીડીપી પ્રમાણ ભારતમાં ૩.૬ ટકા છે અને દુનિયામાં તે ૬.૧ ટકા છે. એટલે એ વધારવા માટે વિદેશી કંપનીઓની જરૂર છે એવી દલીલ વાહિયત છે. ૩.૬ ટકા સ્વદેશી અને તે પણ સરકારી કંપનીઓએ જ મોટે ભાગે કર્યું તે ના ભૂલવું જોઈએ.

વીમા કંપનીઓનો પણ વીમો બીજી વીમા કંપનીઓ દ્વારા ઉતારવામાં આવે છે. તો પછી એમનો વીમો કોણ લેશે? નાણાંના હાથ બદલા સિવાય એ કશું જ નથી. આવો ધંધો બંધ કરી દેવો જોઇએ.

સરકાર દ્વારા ફરજ પડાઈ એટલે LICએ પાંચ સરકારી કંપનીઓમાં રૂ. ૨૦,૦૦૦ કરોડ નું રોકાણ કરવું પડ્યું. IDBI બેંકને બચાવવા બીજા રૂ. ૨૨,૦૦૦ કરોડ ખર્ચ્યા. LICને ખતમ કરીને સરકાર ખાનગી અને તે પણ વિદેશી કંપનીઓને લાભ કરી આપવા માગે છે.

અંતમાં તેઓએ કહ્યું કે દેશ સામે અત્યારે સૌથી મોટો ખતરો લોકશાહી અને બંધારણમાં લખેલાં મૂલ્યો સામે છે. તે માટે લડ્યા સિવાય છૂટકો નથી અંતમાં આ અધિવેશનમાં ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના LICના ૨૫૦ થી વધુ કર્મચારી તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )