રાજપીપલામાં ન્યાયધીશ એન.કે.નાચરેની  ઉપસ્થિતમાં “બાળલગ્ન એક અભિષાપ” લેક્ચર સીરીઝનો પ્રારંભ 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બાળલગ્નો અટકાવવા માટે હાથ ધરાયેલું જનજાગૃત્તિ અભિયાન

નર્મદા જિલ્લાની બાળલગ્ન પ્રતિબંધક-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ગઇકાલે રાજપીપલાની છોટુભાઇ પુરાણી સંસ્થાના વ્યાયામ હોલ (બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી) ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જુવેનાઇલ જસ્ટીસ કોર્ટના અધ્યક્ષ તેમજ એડીશનલ સિવીલ જજ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એન.કે.નાચરેની ખાસ ઉપસ્થિતિમાં “બાળલગ્ન એક અભિષાપ” લેક્ચર સીરીઝનો જનજાગૃત્તિ અભિયાન હેઠળ પ્રારંભ કરાયો હતો.

આ પ્રસંગે ન્યાયાધીશ એન.કે.નાચરેએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ પોક્સો એક્ટ અંગેની વિસ્તૃત જાણકારી સાથે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડે બાળલગ્ન ધારો-૨૦૦૬ ની જોગવાઇઓ તેમજ બાળલગ્નના ગેરફાયદા ઉપરાંત કિશોર-કિશોરી સશક્તિકરણ અંગે લક્ષિત જૂથોને માહિતગાર કર્યા હતા.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )