“ ધાર્યુ નહોતું કે આટલી ઝડપથી સહાય મળી જશે……”

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

“ધાર્ય નહોતું કે આટલી ઝડપથી સહાય મળતી થઈ જશે….” આ શબ્દો છે ગોધરા તાલુકાના હરકુંડી ગામના રાઠોડ શાંતાબહેન વિજયસિંહના. શાંતાબહેન જણાવે છે કે દસેક વર્ષ પહેલા તેમના પતિ વિજયસિંહ ભાઈ હદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા. ત્યારથી શાંતાબેન ખેતી અને ખેતમજૂરી કરી પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરે છે. સંતાનોમાં બે પુત્રો અને એક પુત્રી ધરાવતા શાંતાબેન 1 વીઘા જમીનમાં ખેતી કરે છે, પરંતુ તેમાંથી મળતી ઉપજથી તેમનું ગુજરાન માંડ ચાલી રહે છે. આવક મર્યાદિત હોવાથી અત્યાર સુધી કોઈ બચત થઈ નહોતી, જે બાબત શાંતાબહેનને સતત પરેશાન કરતી હતી. ત્યારબાદ શાંતાબહેનને વિધવા સહાય યોજના અંગે જાણકારી મળી. યોજના માટે જરૂરી પુરાવાઓ સાથે અરજી કર્યા બાદ તેમને 26મી નવેમ્બર, 2019ના રોજ ગોધરા જિલ્લા સેવાસદન ખાતે યોજાયેલ વિધવા સહાય કેમ્પમાં મંજૂરી હુકમ અને પોસ્ટ ખાતાની પાસબુક આપવામાં આવી હતી.
યોજના માટે અરજી કરવા તેમણે કોઈ ધક્કા ખાવા ન પડ્યા તે માટે આનંદિત થતા તેઓ તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા ઉમેરે છે કે સહાયની અરજી કરવા તેમણે એક જ વાર ગોધરા આવવું પડ્યું હતું અને આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે પોસ્ટ એકાઉન્ટની પાસબુકનું તેમને વિતરણ કરવામાં આવ્યું હતું. બહેન આગળ જણાવે છે કે યોજના હેઠળ મળનારી રૂ.1250ની માસિક સહાયથી તેમને સારો આર્થિક ટેકો થઈ રહેશે. તેઓ આ રકમનો ઉપયોગ જીવનના અંતિમ વર્ષો માટે બચત કરવામાં ઉપયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ગ્રામીણ વિસ્તારની બહેનોને ઘરકામ સાથે ખેતીકામ હોય છે, અને તેમાં બહેન જો વિધવા બને તો બાળકોના ઉછેર સાથે પારિવારિક જવાબદારીઓ પણ વધી જતી હોય છે. તેમાં જો કોઇ કામસર બહાર નીકળવાનું થાય ત્યારે તેમની દિવસભરની જવાબદારી-કામમાં બહુ મોટો વિક્ષેપ સર્જાતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રે જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરાના સીધા માર્ગદર્શન હેઠળ વિધવા બહેનોને એક જ દિવસે એક જ સ્થળેથી વિધવા સહાય મંજુરી હુકમ મળે અને સાથે તેમને પોસ્ટ બેંકની પાસબુક મળી રહે તે માટે ભારતીય પોસ્ટ વિભાગનો સહયોગ મેળવી માનવીય સંવેદના સાથે જિલ્લાના દરેક તાલુકા મથકોએ “વિધવા સહાય કેમ્પ”નું આયોજન કર્યું છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ આ અંગે એમ પણ જણાવ્યું છે કે જ્યારે પણ પતિનું અવસાન થાય ત્યારે ટૂંક સમયમાં જ જે-તે બહેનને મરણનું પ્રમાણપત્ર અને વિધવા સહાય મંજૂરી હુકમ ગામના તલાટી દ્વારા આપી શકાય એવી વ્યવસ્થાઓ કરી શકાય છે.
૦૦૦૦૦૦૦૦૦

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )